પાંચ વર્ષ બાદ એક્શન ફિલ્મ કરશે નહીં: અક્ષયની જાહેરાત
મુંબઇ, બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે જાહેરાત કરી છે કે તે પાંચ વર્ષ બાદ કોઇ એક્શન ફિલ્મ કરશે નહીં. તેનુ કહેવુ છે કે તે પાંચ વર્ષ સુધી એક્શન ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ સુર્યવંશીમાં બાવન વર્ષીય ખિલાડી કુમાર જારદાર એક્શન રોલમાં નજરે પડનાર છે. તે જારદાર સ્ટન્ટ કરતો નજરે પડનાર છે. રોહિત શેટ્ટીએ કહ્યુ છે તકે ફિલ્મમાં ખુબ ઓછા વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટા ભાગના સ્ટન્ટ અક્ષય કુમારે જાતે કર્યા છે. બીજી બાજુ અક્ષય કુમારે કહ્યુ છે કે તેના માટે સ્ટન્ટ કરવાની બાબત ખુબ સરળ છે. કારણ કે તે આ બાબત સાથે શરૂઆતથી જાડાયેલો છે. તેને સ્ટન્ટ પહેલાથી જ ખુબ પસંદ છે. આ તમામ રિયલ સ્ટન્ટ છે. તે આવનાર ચાર પાંચ વર્ષ સુધી એક્શન ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. ત્યારબાદ વય તેને સ્ટન્ટ કરવાની મંજુરી આપશે નહીં. અક્ષય કુમાર હાલમાં બોલિવુડમાં સૌથી વધારે ફિલ્મ કરી રહ્યો છે.
એક વર્ષમાં અનેક ફિલ્મમાં તે નજરે પડી રહ્યો છે. અક્ષય કુમારની ગણતરી એક સફળ અભિનેતા તરીકે થઇ રહી છે. તેની પાસે સતત સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. રોહિત શેટ્ટી બોલિવુડમાં તેમની એક્શન ફિલ્મ કરવા માટે જાણીતા રહ્યા છે. તેમની તમામ ફિલ્મોને ચાહકો પસંદ કરે છે. છેલ્લે રોહિત શેટ્ટીએ સિમ્બા નામની ફિલ્મ બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મ રણવીર સિંહ અને સારા અલી ખાનની ભૂમિકા હતી. રોહિત હવે સિઘમ શ્રેણીને પણ આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. તેમની યોજના તૈયાર કરવામા ંઆવી રહી છે. રોહિત ખતરોને કે ખિલાડી કાર્યક્રમમાં પણ ભાગ લઇ રહ્યો છે.