પાંચ સનદી અધિકારીઓ રાજ્ય બહાર ઓબ્ઝર્વર તરીકે મોકલાયા
(એજન્સી)ગાંધીનગર, લોકસભાની ચૂંટણીના મતદાને હવે ગણતરીના જ કલાકો બાકી છે.ચૂંટણી પંચે પુરી તૈયારીઓ કરી દીધી છે. ચોથા તબક્કાના મતદાન માટેના સરકારના વધુ પાંચ સનદી અધિકારીઓને અન્ય રાજ્યોમાં ઓબ્ઝર્વ તરીકે મૂકવામાં આવ્યા છે. અધિકારીઓને જ્યાંનો ચાર્જ મળ્યો છે
ત્યાં પોતાની સીટનો ચાર્જ સંભાળી લીધો છે.જણાવી દઈએ કે,અત્યાર સુધીમા અધિકારીઓને ત્રણ તબક્કામાં નિરીક્ષક પદે મૂકવામાં આવ્યા છે. ગુજરાત સરકારના પાંચ સનદી અધિકારીઓ ચોથા તબક્કાની ચૂંટણી માટે રાજ્ય બહાર જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમાયા છે.
આ અધિકારીઓમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડના ઉપાધ્યક્ષ- સીઈઓ- રાજકુમાર બેનિવાલ, છોટા ઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણ, એનઆરઆઇએઆરટીડી પ્રભાગના અધિક સચિવ બી.પી. ચૌહાણ, મ્યુનિસિપાલિટીઓના પ્રાદેશિક કમિશનર ગાંધીનગર – આર. આર.ડામોર તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ બી. એચ.તલાટી સામેલ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે આ અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકેની નિમણૂકનુ નોટિફિકેશન બહાર પાડ્યા છે,જેમાં આ અધિકારીઓને તેમને સોંપાયેલી લોકસભા બેઠક ખાતે પહોંચવા સૂચના અપાઈ છે.
રાજકુમાર બેનિવાલ ડીસા, આર.આર.ડામોર,બારાબંકી, બી.પી.ચૌહાણ મુઝફરપુર ,સ્તુતિ ચારણ ગઢવી મુંબઈ નોર્થ ઈસ્ટ અને બીએચ તલાટીને લદાખની જવાબદારી સોપવામા આવી છે.જયારે આ તમામ અધિકારીઓનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે.
અત્રે નોંધવું જરૂરી છે કે રાજકુમાર બેનિવાલ ઓડીસા, આર.આર.ડામોર, બારાબંકી બી.પી.ચૌહાણ મુઝફરપુર, સ્તુતિ ચારણ ગઢવી મુંબઈ નોર્થ ઈસ્ટ અને બીએચ તલાટીને લદાખની જવાબદારી સોપવામા આવી છે. જ્યારે આ તમામ અધિકારીઓનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે અને આ અધિકારીઓએ હાલ તેમની સુધીમા તેઓએ તેમની લોકસભા સીટ સંભાળી લીધી છે.