પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTS બસની ટક્કરથી વેરાવળનાં બે ભાઈઓનાં મોત
વહેલી સવારે બાઈક ઉપર પસાર થતાં બે ભાઈઓને સિગ્નલ તોડી પૂરઝડપે
|
અક્સ્માત : રોષે ભરાયેલાં ટોળાનો પથ્થરમારો : સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ અને અફડાતફડીનો માહોલ
પાંજરાપોળ ચાર રસ્તા પર સીસીટીવી લગાડાતાં જ ટ્રાફિક પોલીસ ગાયબ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસ દ્વારા સર્જાતાં અક્સ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે અને પ્રારંભથી જ આ સેવા વિવાદોમાં સપડાયેલી રહી છે. જેનાં પરીણામે કેટલીંક વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યાં છે. આજે વહેલી સવારે શહેરનાં પાંજરાપોળ ચાર રસ્તા પર પૂરઝડપે પસાર થતી બીઆરટીએસ બસે બાઈક ઉપર પસાર થઈ રહેલાં બે સગા ભાઈઓને કચડી નાંખતા ભારે રોષ ફેલાયો છે. અક્સ્માતનાં પગલે સ્થાનિક નાગરિકો ટોળે ટોળાં ઉમટી પડ્યાં હતા.
બીજી બાજુ પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને રોષે ભરાયેલાં ટોળાનાં વિખેરવાનો પ્રયાસ કર્યાે હતો. બીઆરટીએસ બસનાં સંચાલકે ટ્રાફિક સિગ્નલ તોડી બસ હંકારી મૂકતાં આ અક્સ્માત થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દુઃખદ ઘટનાની જાણ થતાં બંને ભાઈઓનાં પરીવારજનોનાં કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને તમામ લોકોના આંખોમાં આંસુ સાથે રોષ જાવા મળતો હતો. અક્સ્માત સર્જી બસનો ચાલક ફરાર થઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે બીઆરટીએસ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માટે રસ્તા પર ખાસ કોરીડોર બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બસ સેવાના પ્રારંભ સાથે જ વિવાદ સર્જાયો છે. બસના ચાલકો દ્વારા બેફામ ગતિએ બસ ચલાવાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેનાં પગલે અવારનવાર અક્સ્માતો પણ સર્જાતાં હોય છે.
પોલીસ જવાનો ચાર રસ્તાના ખૂણા ઉપર ઉભા રહી વાહનો અટકાવવામાં વ્યસ્ત હોય છે
શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યાં છે અને નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ સીસીટીવી કેમેરા લગાડતાં જ મોટાભાગનાં ચાર રસ્તા ઉપરથી ટ્રાફિક પોલીસ અદૃશ્ય થઈ ગઈ હોય તેવા દૃશ્યો જાવા મળે છે અને ટ્રાફિક નિયમન રામભરોસે ચાલતાં હોય તથા ટ્રાફિક પોલીસને માત્ર દંડ ઉઘરાવવામાં જ રસ હોય તેવી પરિસ્થિતિ પેદા થતી હોય છે.
આ દરમ્યાનમાં આજે સવારે પાંજરાપોળ રસ્તા પાસે સર્જાયેલાં અક્સ્માતે ટ્રાફિક પોલીસની કામગીરીની કેટલીક વિગતો હવે બહાર આવવાં લાગી છે. પાંજરાપોળ ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન રામભરોસે ચાલતું હોય તેવી પરિસ્થિતિ જાવા મળી રહી છે. અહીંયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ જાવા મળતી નથી અને ચાર રસ્તા પાસે બનાવવામાં આવેલાં બુથમાં જ પોલીસ અધિકારીઓ બેઠાં હોય છે.
જ્યારે તાજેતરમાં જ ભરતી કરાયેલાં યુવકો ચાર રસ્તાનાં ખૂણે ઉભેલાં હોય છે અને દ્વિચક્રી વાહનોને અટકાવી તેમની પાસેથી કાગળીયા માંગતા જાવા મળી રહ્યાં છે આ પરિસ્થિતિમાં ચાર રસ્તા ઉપર જ બીઆરટીએસના ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરી બેફામ ગતિએ બસ ચલાવતાં જાવા મળતાં હોય છે. આજનો અક્સ્માત એ ટ્રાફિક પોલીસની કામગીરીનો ચિતાર રજૂ કરતી હોય તેવું મનાઈ રહ્યું છે.
ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીથી હવે લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. અને ટૂંક સમયમાં જ કાયદેસરની કાર્યવાહી કરવાનાં બદલે ટ્રાફિક નિયમન માટે ચાર રસ્તા ઉપર પોલીસ જવાનો ઉભા રહ્યાં તેવી માંગણી ઉઠવા પામી છે.
પોલીસ અધિકારીઓએ તાત્કાલિક યુવકોના પરીવારજનોને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં. અને સ્થળ ઉપર યુવકોનાં પરીવારજનોએ ભારે કલ્પાંત કરી મૂક્યું હતું. આ દૃશ્ય જાઈ તમામ લોકો પણ ગમગીન બની ગયાં હતાં. મૃતક ભાઈઓના મૃતદેહોઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતાં. બીજીબાજુ પોલીસ અધિકારીઓએ આ અંગે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અકસ્માતનાં પગલે સ્થળ ઉપર એકત્ર થયેલાં ટોળાંઓએ ભારે રોષ વ્યક્ત કર્યાે હતો.
બીઆરટીએસ બસના ચાલકો ખાસ કરીને ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક સિગ્નલને ભંગ કરતાં પણ જાવા મળતાં હોય છે. શહેરનાં પાંજરાપોળ રસ્તા પર આજે સવારે નિત્યક્રમ મુજબ ટ્રાફિક સિગ્નલો વહેલી સવારથી શરૂ થઈ ગયાં હતાં. સવારનાં નવ વાગ્યાની આસપાસ બીઆરટીએસ બસમાં ઉભેલો બસનો ચાલક રેડ સિગ્નલ હોવા છતાં બસ હંકારી મૂકી હતી તેવું નાગરીકોએ જણાવ્યું હતું. મૃતક યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનું માથું છૂંદાઈ ગયું હતું.
બીઆરટીએસ બસના ચાલકે બેફામ ગતિએ બસ હંકારતા બાઈક ઉપર પસાર થઈ રહેલાં બે યુવકોને કચડી નાંખ્યા હતાં. રસ્તા ઉપર પટકાયેલાં અને લોહીલુહાણ હાલતમાં પડેલાં યુવકોને જાઈ અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા અને સમગ્ર ચાર રસ્તા ઉપર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એકત્ર થયેલાં લોકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરતાં ડોક્ટર આવી પહોંચ્યા હતા અને તપાસ કરતાં બંને યુવકોના સ્થળ ઉપર જ મોત નિપજ્યાનું જણાવતાં લોકોમાં રોષ ભભૂક્યો હતો.
બીજીબાજુ ઘટનાની જાણ કરવામાં આવતાં જ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને એક પછી એક પોલીસ જીપો આવી પહોંચતાં સમગ્ર ચાર રસ્તા ઉપર લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ થઈ જતાં વાહનચાલકો અટવાઈ ગયા હતાં. અધિકારીઓએ મૃતક યુવકોનાં ખિસ્સા તપાસમાં ઓળખકાર્ડ મળી આવ્યા હતાં. ઓળખકાર્ડ ઉપરથી મૃતક બંને યુવાનો સગા ભાઈઓ છે.
મોટાભાઈને ટ્રેનિંગ માટે મૂકવા જતાં બંને ભાઈઓને નડેલો અક્સ્માત |
અમદાવાદ પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસે બાઈક ઉપર જતાં બે ભાઈઓને કચડી નાંખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનામાં વિગતો બહાર આવી રહી છે તે મુજબ મોટાભાઈને ટ્રેનિંગ માટે નાનો ભાઈ બાઈક લઈને નીકળ્યો હતો અને એ દરમ્યાનમાં જ બીઆરટીએસ બસે ટક્કર મારી હતી. મૂળ વેરાવળનાં અને હાલ અમદાવાદમાં રહેતાં પરીવારનાં પુત્ર જયેશ અને નયન પોતાની ઉજ્જવળ કારકીર્દી માટે ખૂબ જ મહેનત કરતાં હતા આ દરમ્યાનમાં મોટાભાઈને વેરાવળમાં જ બેન્કમાં નોકરી મળી હતી અને તેનાં માટેની ટ્રેનિંગ અમદાવાદમાં લેવાની હતી. જેનાં પગલે આજે સવારે નાનો ભાઈ બાઈક ઉપર મોટાભાઈને બેસાડીને ટ્રેનિંગના સ્થળ ઉપર મૂકવા માટે નીકળ્યો હતો આ દરમ્યાનમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસનાં ચાલકે ટક્કર મારતાં બંને ભાઈઓનાં મોત નિપજ્યાં હતાં. |
બીજીબાજુ પરીવારજનોએ બે યુવાન પુત્રોને ગુમાવતાં સમગ્ર પરીવાર ખૂબજ વ્યથિત બની ગયો હતો. પાંજરાપોળ ચાર રસ્તા પાસે સવારે સર્જાયેલી અક્સ્માતની ઘટના બાદ બીઆરટીએસના સંચાલકો પણ સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. લોકોનાં રોષને જાતાં બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. બસના સંચાલકોએ ચાલકની ઓળખ તથા તેની સંપૂર્ણ વિગતો પોલીસ અધિકારીઓને આપી હોવાનો જાણવા મળી રહ્યું છે.
પાંજરાપોળ ચાર રસ્તા પાસે અક્સ્માતની ઘટનાનાં પગલે સ્થાનિક આગેવાનો પણ દોડી આવ્યા બસના ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી થઈ રહી છે.
આ બંને ભાઈઓ નિત્યક્રમ મુજબ સવારે નીકળ્યા હતાં. પરંતુ બંનેના અક્સ્માતે મોત નિપજ્યાં હતાં. પાંજરાપોળ ચાર રસ્તા પાસે અવારનવાર બીઆરટીઅએસ બસના ચાલકો ટ્રાફિક સિગ્નલોનો ભંગ કરતાં જાવા મળતાં હોય છે.
પાંજરાપોળ ચાર રસ્તા પર વહેલી સવારથી ટ્રાફિક સિગ્નલો કાર્યરત થઈ જતાં હોવાથી અને મોડીરાત સુધી પણ ચાલતાં હોય છે. આજે સવારે અક્સ્માત સર્જાતાં રોષે ભરાયેલાં ટોળાઓએ રસ્તા ઉપર ટ્રાફિક જામ કરી દીધો હતો અને પસાર થતી બીઆરટીએસ બસોમાંથી પ્રવાસીઓને નીચે ઉતારી દીધા હતાં. આ દરમ્યાનમાં કેટલાંક શખ્સોએ બસ ઉપર પથ્થરમારો કરી બસનાં કાચ તોડી નાંખ્યા હતાં.