પાકની ખેતી ભારતને સુપોષિત કરી ‘ગ્રીન રિવોલ્યુશન’ થી ‘સદાબહાર ક્રાંતિ’ તરફ લઇ જશે
ખેડુતોને 8 પાકના વિવિધ 17 નવા બીજ સમર્પિત કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર માન્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ટ્વિટ કરી કહ્યું કે, કૃષિ ક્ષેત્ર માટે આજનો દિવસ ઐતિહાસિક છે. હું શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી એન.એસ.તોમરનો આઠ પાકના વિવિધ 17 નવા બિયારણ ખેડૂતોને સમર્પિત કરવા બદલ આભાર માનું છું. આ પાકની ખેતી ભારતને સુપોષિત કરી ‘ગ્રીન રિવોલ્યુશન’ થી ‘સદાબહાર ક્રાંતિ’ તરફ લઇ જશે.
શ્રી નરેન્દ્ર મોદીના આ સ્વપ્નદ્રષ્ટા નિર્ણયોથી અત્યંત ગરીબ વર્ગને યોગ્ય પોષણ તો પહોંચશે જ સાથે તેનાથી આપણા ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, મોદી સરકાર કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા તેમજ દેશને પોષણ સુરક્ષા પૂરી પાડવા તરફ આગળ વધી રહી છે. આ નવા પાકનું પોષણ મૂલ્ય ત્રણ ગણુ વધારે હશે, જે સામાન્ય થાળીને પોષક તત્વોમાં ફેરવશે જે પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા આવશ્યક પોષણથી ભરપૂર હશે.
શ્રી અમિત શાહે કહ્યું કે, યોગ્ય પોષણ એ દેશના દરેક વ્યક્તિનો અધિકાર છે, જેના માટે મોદી સરકાર રાત-દિવસ પ્રયત્નશીલ છે. શ્રી નરેન્દ્ર મોદીના આ સ્વપ્નદ્રષ્ટા નિર્ણયોથી અત્યંત ગરીબ વર્ગને યોગ્ય પોષણ તો પહોંચશે જ સાથે તેનાથી આપણા ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.