Western Times News

Gujarati News

પાકમાં શિયા-સુન્ની સંપ્રદાય વચ્ચે ઝનૂન, હિંસાની આશંકા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે ખેંચતાણની સ્થિતિ વણસી રહી છે. શિયાઓને ભય છે કે પાકિસ્તાનમાં ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં ભડકેલી હિંસા જેવી ઘટના ફરી બની શકે છે. ગત અઠવાડિયે સુન્ની મુસ્લિમો અને આતંકી સંગઠોએ કરાચીમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ દેખાવ કર્યા હતા. તેમણે દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાન બંધ કરાવી દીધા હતા.

માર્ગો જામ કરી દીધા હતા. તેમણે સૂત્રોચ્ચાર કર્યો કે શિયા કાફિર છે, તેમને મારી નાખવામાં આવે. દેખાવોની આગેવાની પ્રતિબંધિત આતંકી સંગઠન સિપાહ-એ-સબાહે કરી હતી. દેખાવકારો કહે છે કે આશુરા જુલૂસના ટીવી પ્રસારણ દરમિયાન શિયા મૌલવીએ ઈસ્લામિક વિદ્વાનો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. હવે સોશિયલ મીડિયા પર શિયા નરસંહાર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. શિયાવિરોધી પોસ્ટ દેખાઈ રહી છે. ૨૧ કરોડની વસતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓની વસતી ૨૦ ટકા છે. દેખાવકારો પર અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી. તાજેતરમાં આશુરાના જુલૂસમાં ભાગ લેવા બદલ ડઝનેક શિયા મુસ્લિમો પર હુમલો થયા હતા.

જુલૂસ પર હેન્ડ ગ્રેનેડ ઝિંકાયા હતા. રાવલપિંડીના મુખ્ય શિયા મૌલવી અલી રઝા કહે છે કે ઈમરાન ખાન આ શિયા વિરોધી દેખાવો માટે જવાબદાર છે. એવું લાગે છે કે સરકાર જાણીજોઈને હેટસ્પીચને પ્રોત્સાહન આપે છે. શિયાઓને મેસેજ મોકલી તેમને કાફિર ગણાવાય છે. મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. ઈસ્લામાબાદમાં ચર્ચા છે કે સરકાર આશુરાના જુલૂસો પર કાર્યવાહી કરી શકે છે. કરાચી યુનિવર્સિટીમાં શિયા વિદ્યાર્થી ગુલઝાર હસનૈન કહે છે કે તે લોકો ડરી ગયા છે. લશ્કર-એ-જાન્ગ્વી અને સિપાહ-એ-સબાહના લોકો એક જગ્યાએ એકઠાં થઈ તેમને કાફિર કહી રહ્યાં છે. તે લોકોને અમને મારી નાખવા ઉશ્કેરી રહ્યાં છે. કરાચી યુનિ.માં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.