પાકિસ્તાનઃ કરાચીમાં ૩૨૦ રૂપિયા કિલો ટામેટા
ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં મોંઘમારીની માર એવી પડી રહી છે કે હાહાકાર મચી ગયો છે. દેશના મુખ્ય શહેર કરાચીમાં ટામેટાના પ્રતિ કિલો ભાવ ૩૦૦થી ૩૨૦ રૂપિયા વધી ગયો. ચાલુ મહિનાના બીજા અઠવાડિયામાં ગ્રાહકોને પ્રતિ કિલો ટામેટા માટે ૩૦૦ રૂપિયાથી વધારે ચૂકવવા પડ્યા. મોટા ભાગના લોકો ટામેટા ખરીદવા માટે સક્ષમ નથી. અફઘાનિસ્તાન અને સ્વાતની ડુંગળી બજારમાં આવવા છતાં ઘણા વેપારીઓ ડુંગળીની પ્રતિ કિલોગ્રામ કિંમત ૯૦ રૂપિયાથી વધીને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દેવાઈ છે.
ડુંગળીનું મૂલ્ય ૭૦ રૂપિયા પ્રતિ કિલો છે. સિંધમાં ડુંગળીનો પાક ચાલુ મહિનાના અંતથી વધી શકે છે પરંતુ વેપારીઓએ પહેલા જ કિંમત વધારી દીધી છે. ઉંચી કિંમતોની સાથે ડુંગળી શ્રીલંકા, સુદૂર પૂર્વ અને બાંગ્લાદેશમાં ૫૫૦ ડાલર પ્રતિ ટન પર પણ નિકાસ કરવામાં આવી રહી છે. ટામેટાના સંકટ પર વેપારીઓએ કહ્યુ કે જથ્થાબંધ ટામેટાનો ભાવ ૨૪૦થી ઘટીને ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે છુટક વેપારી કેવી રીતે કિંમત વધારીને ગ્રાહકોને વેચી રહ્યા છે. આજકાલ કેટલાક લોકો કિલોમાં ખરીદવાને બદલે પોતાની જરૂર અનુસાર એક કે બે ટામેટા ખરીદી રહ્યા છે. કેટલાક રિટેલર ૨૫૦ ગ્રામ માટે ૮૦ રૂપિયા અને એક કિલો માટે ૩૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે.