Western Times News

Gujarati News

પાકિસ્તાનથી જોડાયેલ સીમાની પાસે પાંચ ધુષણખોરો ઠાર મરાયા

ખેમકરન, પંજાબમાં બીએસએફેે મોટી કાર્યવાહીને પરિણામ આપ્યું છે તરન તારનના ખેમકરનમાં પાકિસ્તાનના પાંચ ધુષણખોરોને બીએસએફના જવાનોએ ઠાર માર્યા છે.બીએસએફનું સર્ચ ઓપરેશન જારી છે જાણકારી અનુસાર બીએસએફના જવાનોએ કેટલાક શંકાસ્પદ લોકોને સીમાની પાસે જાેયા જયારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો ઘુષણખોરો તરફથી ગોળીબાર કરવામાં આવ્યા જેના જવાબમાં બીએસએફના જવાનોએ પણ ગોળીઓ ચલાવી અને ૫ ધૂષણખોરોને ઠાર માર્યા હતાં એ યાગરહેકે ખેમકરન પંજાબના તરન તારન જીલ્લામાં આવે છે જે બોર્ડરથી જોડાયેલ છે કહેવાય છે કે તેમાંથીએકની પાસે અલસોલ્ટ રાયફલ પણ મળી છે.

સીમા પારથી આતંકીઓને સતત ભારત મોકલવામાં આવે છે સેનાની સતર્કતાને કારણે આતંકી સંગઠનોના ઇરાદા પાર પડતા નથી અને દરેક વખતે આતંકી નિષ્ફળ જાય છે ગત કેટલાક સમયથી જમ્મુ કાશ્મીરથી સુરક્ષા દળ આતંકી ધુષણખોરીની અનેક કોશિસને નિષ્ફળ કરી ચુકયુ છે.

પંજાબમાં નશાનો કારોબાર ખુબ મોટા પાયા પર ફેલાયેલો છે રાજયના યુવા વર્ગ સૌથી વધુ તેની ચપેટમાં આવ્યા છે નશાની વધુ ખેપ પડોસી દેશ પાકિસ્તાનથી આવે છે તેના પરરોક લગાવવા માટે રાજય સરકાર ખુબ પ્રયાસ કરી રહી છે પરંતુ આમ છતાં નશાના સોદાગર યુવાનોને મોત આપી રહ્યાં છે બીએસએફ અને પોલીસ નશાના કારોબારને રોકવા માટે સતત કાર્યવાહી કરતી રહે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.