પાકિસ્તાનથી જ તાલિબાનનો દોરી સંચાર : અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ
કાબુુલ: એક સમયે અનેક મોરચે આતંકવાદથી ઘેરાયેલા પાકિસ્તાનને ફરી એકવાર અરીસો બતાવવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ માટે પાકિસ્તાનને સીધો દોષી ઠેરવ્યો છે. તેમણે કહ્યું છે કે તાલિબાનની આખી સિસ્ટમ અહીંથી કાર્યરત છે. પાકિસ્તાન તેના દેશમાં તાલિબાનને તમામ જરૂરિયાતો પૂરી પાડે છે, તેને ભંડોળ પૂરું પાડે છે. તાલિબાનના સભ્યો પણ પાકિસ્તાનમાં ભરતી થાય છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી અશરફ ગનીના જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે પાકિસ્તાને તાલિબાન સાથે શાંતિની સંપૂર્ણ વાતચીત માટે આગળ આવવું જાેઈએ. અફઘાનિસ્તાનમાં શાંતિ માટે યુએસની હવે ખૂબ મર્યાદિત ભૂમિકા છે. મુખ્ય ભૂમિકા પ્રાદેશિક કક્ષાના દેશોની છે, ખાસ કરીને પાકિસ્તાનની. તાલિબાન ઉપર ફક્ત પાકિસ્તાનનો સંપૂર્ણ પ્રભાવ છે. તેમણે જ તાલિબાન માટે સંગઠિત સિસ્ટમ વિકસાવી છે. તમામ પ્રાદેશિક તાલિબાનો ર્નિણય લેતી દેતી સંસ્થાઓ પાકિસ્તાનમાં રહે છે, જેને સરકાર દ્વારા સમર્થન મળે છે.
બધા ર્નિણયો ક્વેટા શુરા, મીરામશાહ શુરા અને પેશાવર શુરા દ્વારા લેવામાં આવે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને શાંતિ સ્થાપિત કરવા માટે તાલિબાનો ઉપર દબાણ લાવવું જાેઈએ. આ અગાઉ પણ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પાકિસ્તાને જાેવાનું છે કે તેની મિત્રતાની ભાવના છે કે દુશ્મનાવટ. બંને દેશો પાસે હવે પરસ્પર સન્માન, સારી પાડોશી અને આર્થિક સહકારથી જીવવાનો વિકલ્પ છે.કતારમાં શરૂ થયેલી અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે શાંતિ વાટાઘાટો વચ્ચે ઈદ પર બંને પક્ષો દ્વારા ત્રણ દિવસીય યુદ્ધવિરામનો અંત આવ્યો છે. હિંસા રોકવા માટે બંને પક્ષો કેવી રીતે આગળ વધે છે તે જાેવા માટે હવે બધાની નજર કતાર તરફ છે.