પાકિસ્તાનનાં ક્વેટામા મસ્જિદની અંદર વિસ્ફોટ, ૧૫ના મોત
ઇસ્લામાબાદ, બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારે સાંજે એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં ૧૫ લોકોના મોત થયાના સમાચાર છે. પાકિસ્તાનના અખબાર ડોન અનુસાર, અધિકારીઓએ કહ્યું કે, આ હુમલામાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા, જેમાં ૮ સૈનિક સામેલ છે. હુમલામાં ૪૦ લોકોને ઈજા થયાના સમાચાર છે. એક આત્મઘાતી હુમલાખોરે શુક્રવારે સાંજે પિશિન બસ સ્ટોપની પાસે એક સૈન્ય ટ્રકને નિશાન બનાવવામાં આવ્યું હતું.
બોમ ડિસ્પોઝલ સ્ક્વાયડના એક અધિકારીએ જણાવ્યું કે, મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ સેનાના ટ્રકની નજીક આવ્યો અને તેણે પોતાને ઉડાવી દીધો હતો. અસલમ તારેને કહ્યું કે, આત્મઘાતી હુમલામાં આશરે ૨૫-૩૦ કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેનાના ટ્રક સિવાય ઘણા વાહનોમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો આક્રમક હતો કે તેનો અવાજ શહેરમાં સંભળાયો હતો. ધમાકાની અસરથી આસપાસની બારીઓના કાચ પણ તૂટી ગયા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે તે મૃત્યુઆંક વધી શકે છે. આઠ લોકોની સ્થિતિ ગંભીર છે. સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ આતંકી હુમલાની નિંદા કરી છે. હાલ તો હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
નજરે જોનારા અને અધિકારીઓએ કહ્યું કે, આત્મઘાતી હુમલાખોર પોતાની બાઇક પર સેનાના ટ્રકની નજીક પહોંચી ગયો છે. તેણે ખિજક રોડ પર પિશિન સ્ટોપની પાસે પહોંચ્યો અને પોતાને ઉડાવી દીધો હતો. એક પ્રત્યેક્ષદર્શિએ જણાવ્યું કે, તેણે બચાવકર્મિઓને સળગતા ટ્રકમાંથી લાશને કાઢતા જોઈ છે. આગને કાબુમાં કરવા માટે ત્રણ ફાયર ટેન્કર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ ઘટના એટલી ભીષણ હતી કે તેને કાબુમાં કરતા વધુ સમય લાગ્યો હતો.