પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી કોરોના પોઝિટિવ
ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો કરાચીમાં ૨૭ જાન્યુઆરીથી શરૂ થનારી પાકિસ્તાન સુપર લીગ ૨૦૨૨ની શરૂઆતની મેચનાં થોડા કલાકો પહેલા જ કોવિડ-૧૯ પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. શાહિદ આફ્રિદી આ સીઝનમાં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમતા જાેવા મળશે.
૪૧ વર્ષીય શાહિદ આફ્રિદી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને ઘરે ક્વોરેન્ટિન કરશે.પીએસએલ ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્વોરેન્ટિન અવધિ પૂર્ણ થયા બાદ અને આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમમાં ફરીથી સામેલ કરવામાં આવશે.
પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમનાર ૪૧ વર્ષીય આફ્રિદી હવે પીએસએલની સાતમી સીઝનમાં ટીમની પ્રથમ ચાર મેચમાં રમવાનું ચૂકી જશે. આ બીજી વખત છે જ્યારે આફ્રિદી કોરોનાની ઝપટમાં આવ્યો છે. તે અગાઉ જૂન ૨૦૨૦ માં વાયરસથી ચેપ લાગ્યો હતો, જ્યારે તે કોરોના રોગચાળાના પ્રારંભિક તબક્કામાં રાહત કાર્યમાં સામેલ હતો.
આફ્રિદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યવશ હું કોરોના પોઝિટિવ જાેવા મળ્યો છે, પરંતુ મારામાં કોઈ લક્ષણો નથી. ઈંશાઅલ્લાહ જલ્દી સ્વસ્થ થવાની આશા રાખું છું, નેગેટિવ પાછો આવુ અને બને તેટલી વહેલી તકે ક્વોટા ગ્લેડીયેટર્સમાં ફરી જાેડાઈ જાઉ. પીએસએલ ૭ માટે તમામ ટીમોને શુભકામનાઓ.
હું મારી છેલ્લી પીએસએલ સીઝનમાં મારું સર્વસ્વ આપવા માટે પ્રતિબદ્ધ છું. શાહિદ આફ્રિદીને ૨૦૨૨ પાકિસ્તાન સુપર લીગ પહેલા મુલતાન સુલ્તાન્સથી ક્વોટા ગ્લેડીયેટર્સમાં ખરીદવામાં આવ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડરે પીએસએલમાં ૫૦ મેચ રમી છે અને ૩ ફ્રેન્ચાઇઝી – સુલતાન, પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ માટે રમતા ૪૬૫ રન બનાવ્યા છે. બોલ સાથે તેનું યોગદાન પણ શાનદાર રહ્યું છે. તેણે પ્રતિ ઓવર ૭ રનથી ઓછાની ઈકોનોમીમાં ૪૪ વિકેટ લીધી છે.
શાહિદ આફ્રિદીએ સીઝનની શરૂઆત પહેલા કહ્યું હતું કે, પીએસએલ ૨૦૨૨ તેની અંતિમ ઉપસ્થિતિ હશે અને તે પોતાની પીએસએલ કારકિર્દીનો ખિતાબ સાથે અંત કરવા માંગે છે. આફ્રિદીએ કહ્યુ ં હતું કે, “હું ક્વોટા ગ્લેડીયેટર્સમાં જાેડાવા માટે ઉત્સાહિત છું, એક એવી ટીમ કે જેણે ૨૦૧૯માં ટાઈટલ જીત્યા છતાં પાછલી કેટલીક ઈવેન્ટ્સમાં ઉતાર-ચઢાવ જાેયા છે.
મારી છેલ્લી પીએસએલ ઇવેન્ટમાં, બીજું પીએસએલ ટાઇટલ જીતીને વિદાય લેવાનું મારું સપનું છે.પીએસએલ ૨૦૨૨ પાકિસ્તાનનાં બે શહેરો કરાચી અને લાહોરમાં ૨૭ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી રમાશે.SSS