પાકિસ્તાનના અનેક ગામમાં વિજળી પડતા ૨૦ના મોત
ઇસ્લામાબાદ, પાકિસ્તાન ના સિંધ પ્રાંતના ગ્રામીણ અને વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વિજળી પડવાથી ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત નિપજ્યા છે. આજે આ જાણકારી આપવામાં આવી હતી. ડોનના અનુસાર રણ વિસ્તારવાળા થારપરકર જિલ્લાના મિઠી, છાછી અને રામ સિંહ સોઢો ગામમાં બુધવારે મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો અને ગુરૂવારે પણ યથાવત રહ્યો હતો. આ દરમિયાન વિજળી પડતાં આ ઘટના સર્જાઇ હતી.
પ્રભાવિત વિસ્તારોમાં વિજળી પડવાથી અને પછી આગ લાગતાં હજારો પશુઓ મોતને ભેટ્યા હોવાના સમાચાર છે. જ્યાં બુધવારે રાત્રે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, તો બીજી તરફ ગુરૂવારે ૧૦ મહિલાઓ સહિત અન્ય ૧૭ લોકોના મોત નિપજ્યા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વિજળી પડવાની ઘટનામાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત નિપજ્યા છે અને તેમને મિઠી, ઇસ્લામકોટ અને છછરોની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પ્રભાવિત વિસ્તારોના અધિકારીઓને મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.