પાકિસ્તાનના બે ટુકડા થશે ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/Imran-Khan.gif)
કરાંચી 06062019: આંતકવાદી જુથોને ભારતમાં ઘુસાડી ભારતને અવારનવાર આંચકો આપતા પાકિસ્તાનમાં આજે હાહાકાર મચી ગયો છે અને પાકિસ્તાનના બે ટુકડામાં વહેંચાય તેવી પરિસ્થિતિ સર્જન થઈ રહ્યું છે. પાક વડાપ્રધાન ઈમરાનખાનની મુશ્કેલીઓ વધી રહી છે.
પાકિસ્તાનમાં પશ્તુન નેતાઓએ તેમના હક્ક માટે આંદોલન શરૂ કર્યુ છે અને વજીરીસ્તાનમાં પશ્તુન આંદોલન ચરમસીમાએ પહોંચ્યુ છે સમગ્ર પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે.
પાકિસ્તાનમાં પશ્તુનીઓએ હવે અલગ પ્રાંતની માંગણી કરી ને બળવો પોકારી રહ્યા છે ઠેરઠેર પશ્તુનીઓ રસ્તા ઉપર આંદોલન કરી રહ્યા છે, ત્યારે પાક સરકારે કેટલાક પશ્તુની નેતાઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે વજીરીસ્તાનમાં આંદોલન કાબુ બહાર જઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર પાક સેના પણ ધમકીભર્યા અંદાજમાં છે તથા પાક. સંસદમાં પણ વિદ્રોહના સુર સાંભળવા મળે છે પાક વડાપ્રધાન ઈમરાનખાને વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી આર્થિક કટોકટી તથા અનેક મુશ્કેલીઓ આવી છે અને હવે પાકિસ્તાનના બે ટુકડા થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે પાક. વડાપ્રધાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પશ્તુનીઓ આઝાદી મેળવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
પાકિસ્તાનના બલુચિસ્તાન સહિતના વિસ્તારોમાં સરકાર વિરૂધ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવી રહયા છે અને તેના ઘેરા પ્રત્યાઘાત સંસદમાં પણ પડયા છે ઈમરાનખાનની સરકાર સામે આક્ષેપો થઈ રહયા છે લોકો રસ્તા પર ઉતરી આવતા ઠેરઠેર હિંસક ઘટનાઓ ઘટવા લાગી છે અને અલગ પ્રાંતની માંગણીથી પાકિસ્તાન સરકાર પણ હવે સમગ્ર આંદોલનની દબાવવા માટે લશ્કરને ઉતાર્યું છે જેના પરિણામે દેખાવકારો અને આર્મીના જવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે.