પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઇમરાન ખાને દિલિપકુમારને શ્રધ્ધાંજલિ અર્પી
ઇસ્લામાબાદ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારના નિધન પર ફકત ભારતમાં જ શોક છવાયો છે એટલું જ નહીં પાકિસ્તાનમાં પણ શોકની લાગણી ફેલાઇ છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડોક્ટર આરિફ અલવીએ કહ્યુ હતુ કે, દિલિપ કુમારના નિધનની ખબર સાંભળીને બહુ દુખી છું.તે એક શાનદાર કલાકાર, વિનમ્ર વ્યક્તિ અને શાનદાર વ્યક્તિત્વના માલિક હતા. પાકિસ્તાની પીએમ ઈમરાનખાને પણ શોક વ્યક્ત કરીને તેમની સાથે જાેડાયેલી યાદો તાજા કરી કહ્યુ છે કે, હું દિલિપકુમારની દરિયાદિલી ક્યારેય નહીં ભુલી શકુ.મારી માતાના નામ પર બનાવાયેલી કેન્સર હોસ્પિટલને ઉભી કરવામાં દિલિપ કુમારે મને બહુ મદદ કરી હતી.
તેમણે કહ્યુ છે કે, કેન્સર હોસ્પિટલ શરુ કરવા માટે શરુઆતમાં ભંડોળ એકઠુ કરવાનુ કામ ભારે મુશ્કેલ હતુ.કુલ ખર્ચની ૧૦ ટકા રકમ મારે ભેગી કરવાની હતી.તે સમયે દિલિપ કુમાર મારી મદદે આવ્યા હતા.તેમણે પાકિસ્તાન અને લંડનમાં હોસ્પિટલ માટે ફંડ એકઠુ કરવામાં મારી મદદ કરી હતી.આ સિવાય મારી પેઢી માટે દિલિપ કુમાર સૌથી મહાન અને પ્રતિભાશાળી અભિનેતા હતા.
દરમિયાન પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ પણ દિલિપ કુમાર માટે કહ્યુ હતુ કે, તે પ્રતિષ્ઠિત કલાકાર હતા અને તેઓ હવે આપણી વચ્ચે નથી.તેમને ભારતીય ઉપખંડમાં કરોડો લોકો પ્રેમ કરતા હતા.દુનિયાના ટ્રેજેડી કિંગ તરીકે તેમને હંમેશા યાદ કરવામાં આવશે
પાકિસ્તાનમાં ટિ્વટર પર દિલિપ કુમાર ટ્રેન્ડિંગ કરી રહ્યા છે.પાકિસ્તાનના લોકોનુ કહેવુ છે કે હિન્દી ફિલ્મોના એક યુગનો દિલિપ કુમારની વિદાય સાથે અંત આવ્યો છે.પાક ક્રિકેટર શાહિદી અફ્રીદીએ કહ્યુ તહુ કે, યુસૂફ ખાન સાહેબના નિધનથી પાકિસ્તાનથી લઈને મુંબઈ અને દુનિયામાં જ્યાં પણ તેમના પ્રશંસકો છે તેમને બહુ મોટી ખોટ પડી છે.દિલિપ કુમાર આપણા દિલમાં કાયમ રહેશે.
ઉલ્લેખનીય છે કે, દિલિપ કુમાર જે ઘરમાં જન્મયા હતા તે ઘરને પાકિસ્તાનની સરકારે ખરીદવા માટે તાજેતરમાં જ મંજૂરી આપી હતી.અહીંયા દિલિપ કુમારનુ મ્યુઝિયમ બનવાનુ છે.આ ઘરનો કબ્જાે પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે.દિલિપ કુમારની સાથે સાથે રાજ કપૂરનુ ઘર પણ સ્થાનિક સરકારે ખરીદી લીધુ છે.આ ઘરના હાલના માલિકનો દાવો સરકારે ફગાવી દીધો છે.