પાકિસ્તાનના સ્ટાર ફુટબોલર જુનૈદ આફ્રિદીની ગોળી મારીને હત્યા

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં સ્પોટ્સના ફિલ્ડમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. બે પક્ષોની લડાઇના કારણે પાકિસ્તાનના સ્ટાર ફુટબોલ ખેલાડી જુનૈદ આફ્રીદીએ જીવ ગુમાવવો પડયો છે આ ધટના પાકિસ્તાનના ખૈબર જિલ્લાના જમરૂદની છે. પાકિસ્તાનના નેશનલ ફુટબોલ ટીમના ખેલાડી જુનૈદ આફ્રીદીની ફુટબોલ મેચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.રિપોર્ટ અનુસાર બે સમૂહ વચ્ચે ભૂમિ વિવાદના કારણે ક્રોસ ગોળીબાર થયો જેમાં જુનૈદને ગોળી વાગી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું આ ગોળીબારમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પણ થઇ છે. આ દર્દનાક ઘટનાથી પ્રશંસકો ધણા દુખથી થયા છે પ્રશંસકોએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમે જુનૈદ અને મિત્રો સાથે છીએ આ ધટનાથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.HS
![]() |
![]() |