પાકિસ્તાનની અરાજકતા: લશ્કરની દખલગીરી વધી: કોઈપણ સમયે ઈમરાન ખાનની સરકાર પડવાની દહેશત
કરાંચી, પાકિસ્તાનમાં છેલ્લાં ઘણાં સમયથી મોંઘવારી વધતાં સામાન્ય નાગરીક ત્રાહીમામ પોકારી ગયો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબૂદ કરાતાં પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પાકિસ્તાનનાં પ્રમુખ ઈમરાન ખાન તમામ સ્તરે નિષ્ફળ ગયાનો આક્ષેપ થઈ રહ્યો છે. બીજીબાજુ પાકિસ્તાનનાં લશ્કરનાં વડા બાજવાએ પાકિસ્તાનનાં ટોચનાં ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ કરતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. આ ઉપરાંત લશ્કરની પણ હિલચાલ વધવા લાગી છે. જેનાં પગલે પાકિસ્તાનમાં ફરી એક વખત નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.