પાકિસ્તાનની કબૂલાત, 26/11 ના મુંબઇ હુમલામાં લશ્કરના 11 આતંકવાદીઓ સામેલ હતા
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સીએ બુધવાર સ્વીકાર્યું કે ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં 26/11ના થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હતો. એફઆઇએ આ વાત સ્વીકારી કે મુંબઇ સ્થિત તાજ હોટલ પર થયેલા હુમલામાં લશ્કર એ તૈયબાના 11 આતંકવાદીઓએ પાર પાડ્યું હતું.
ભારત આ મામલે પાકિસ્તાન પર સતત દબાવ બનાવી રાખતા છેવટે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને આ વાત સ્વીકારવી પડી. આ માટે જ પાકિસ્તાને 26/11 હુમલામાં સામેલ આતંકવાદાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી પાક આ આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ કરાર કરશે. પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સીએ મોસ્ટ વોન્ટેડની નવી લિસ્ટની તૈયારી કરી છે અને આ લિસ્ટમાં મુંબઇના 11 આતંકવાદીઓનું નામ સામેલ છે.
હુમલામાં જે બોટ ખરીદનાર આતંકવાદી મુલ્તાન કે મો. અમઝદ ખાન આજે પણ દેશમાં જ છે. અને આ વાતથી પાકિસ્તાન ના પાડી રહ્યો છે. આ લિસ્ટમાં 26/11 હુમલાને લઇને જાણકારી આપવામાં આવી છે. અને તાજમાં થયેલા આતંકી હુમલાને પાડ પાડનાર હોડીમાં 9 ક્રૂ મેમ્બર હતા.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બ 2008ના રોજ આતંકવાદીઓએ મુંબઇની તાજ હોટલ સહિત 6 જગ્યા પર આતંકી હુમલો કર્યો હતો. જેમાં લગભગ 160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સૌથી વધુ લોકો છત્રપતિ શિવાજી ટર્મિનલમાં માર્યા ગયા હતા. જ્યારે તાજમહેલ હોટલમાં 31 લોકોને આતંકીઓએ પોતાનો શિકાર બનાવ્યો હતો.
લગભગ 60 કલાક સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. જેમાં 160 લોકોનો જીવ ગયો હતો. પણ અચાનક જ થયેલા આ હુમલાએ આખા દેશને હચમચાવીને રાખી દીધો હતો.
આ ઘટનામાં તે સમયના તત્કાલીન એટીએસ ચીફ હેમંત કરકરે પોતાના જીવની રક્ષાનું ના વિચારીને તે આતંકીઓ સામે લડ્યા હતા અને લોકોનો જીવ બચાવતા તે શહીદ થયા હતા.