પાકિસ્તાનની જાણીતી અને દિગ્ગજ અભિનેત્રી ફરીદા બેગમનું નિધન
લાહોર, પાકિસ્તાનની જાણીતી અને દિગ્ગજ અભિનેત્રી ફરીદા બેગમ હવે આ દુનિયામાં રહી નથી.તેમનું લાહોરમાં નિધન થયું છે.ફરીદા બેગમ ૭૩ વર્ષના હતાં તેમણે લાંબા સમય સુધી પાકિસ્તાની સિનેમામાં અભિનય કર્યો અને મોટા પડદા પર પોતાની અમિટ છાપ છોડી હતી.તેમના દરેક કિરદાર દર્શકોને મોહી લેતા હતાં.
પાકિસ્તાની મીડિયા અનુસાર ફરીદા બેગમને બ્રેન હેમરેજનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ તેમને લાહોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જયાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં ફરીદાના નિધનથી પાકિસ્તાની સિનેમામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. અનેક સિતારા અને ફરીદાના ચાહનારા લોકો સોશલ મીડિયા દ્વારા આખરી શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે.
એ યાદ રહે કે એક સમય એવો હતો કે ફરીદા બેગમ પાકિસ્તાની સિનેમાનો જાણીતો ચહેરો હતો તેમણે ૬૦થી ૭૦ના દાયકામાં પોતાના અભિનયથી પાકિસ્તાની સિનેમામાં ખુબ નામ કમાવ્યું હતું ફરીદા બેગમે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૬૩માં આવેલ ફિલ્મ ફાનુસથી કરી હતી આ ફિલ્મમાં તેમણે સહ કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી.ત્યારબાદથી ફરીદાએ લાંબા સમય સુધી પાકિસ્તાની ફિલ્મોમાં સહ કલાકાર તરીકે કામ કર્યું પરંતુ તેમને મુખ્ય ભૂમિકામાં કામ કરવાની પહેલી તક વર્ષ ૧૯૬૫માં મળી હતી. તેમણે મલંગી ફિલ્મમાં આ ભૂમિકા ભજવી અને ફરીદાના અભિનયને લોકો ખુબ પસંદ કર્યો તેમને ફિલ્મ હીર રાંઝામાં પોતાની શાનદાર ભૂમિકા માટે હંમેશા યાદ કરવામાં આવશે.
ફરીદા બેગમે ઉર્દૂ પંજાબી અને પશ્તુ ભાષાની લગભગ ૧૫૦ ફિલ્મોમાં કામ કર્યું હતું તેમના જીવનની અંગત વાત કરીએ તો ફરીદાએ પાકિસ્તાની અભિનેતા કમાલ ખાન સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ તેમનું નિધન વર્ષ ૧૯૬૭માં જ થઇ ગયું ત્યારબાદ ફરીદા બેગમે હીર રાંઝાના અભિનેતા એજાજ દુરાની સાથે લગ્ન કર્યા હતાં ત્યારબાદ તેમણે બે પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો.HS