પાકિસ્તાનની વિરૂધ્ધ મહિલાઓએ વિરોધ કર્યો, પાકિસ્તાન મુર્દાબાદના સુત્રો પોકાર્યા
કાબુલ, પાકિસ્તાનને પંજશીરમાં તાલિબાનની મદદ કરવાનું ભારે પડી ગયું છે નોદર્ન અલાયંસના લડાયકોની વિરૂધ્ધ પાકિસ્તાની વાયુ સેના દ્વારા ગત દિવસોમાં કરાવવામાં આવેલા હુમલા બાદ અફધાનિસ્તાનમાં તેનો ભારે વિરોધ થવા લાગ્યો છે. રિપોર્ટ અનુસાર અફગાની મહિલાઓ આઇએસઆઇ ચીફ અને પાકિસ્તાનની વિરૂધ્ધ માર્ગ પર ઉતરી આવી હતી પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન મુર્દાબાદના સુત્રોચ્ચાર કર્યા હતાં અને આઇએસઆઇ ચીફ ફૈઝ હમીદને પાછા જવાની માંગ કરી હતી.
અફગાનિસ્તાનના અનેક ભાગોમાં પાકિસ્તાનનો વિરોધ પહેલાથી જ થઇ રહ્યો છે પરંતુ આ પહેલો પ્રસંગ છે જયારે કાબુલમાં આ રીતનું પ્રદર્શન જાેવા મળ્યું અહીં મહિલાઓ રાતે માર્ગો ઉપર ઉતરી આવી અને પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી ગત દિવસોમાં ઇરાને પણ પાકિસ્તાની વાયુ સેનાના હુમલાનો વિરોધ કર્યો હતો અને અફગાનિસ્તાનમાં બહારી દેશના હસ્તક્ષેપ પર વાંધો ઉઠાવ્યો હતો.
સત્તા પર તાલિબાનના કાબેલ થતા જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના ચીફ ફૈઝ હમીદ અચાનકથી અફગાનિસ્તાનના નહીં જાહેર કરાયેલા પ્રવાસ પર પહોંચી ગયા હતાં કહેવાય છે કે સરકારની રચનાને લઇ તેમની બેઠક હક્કાની નેટવર્ક અને તાલિબાની નેતાઓની સાથે થનાર છે અફગાન નાગરિક તેનાથી નારાજ છે અને પાકિસ્તાનના હસ્તક્ષેપ પર વાંધો વ્યકત કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન પર પહેલાથી જ તાલિબાનને સાથ આપવાનો આરોપ લાગી રહ્યો છે અનેક રિપોર્ટ ત્યાં સુધી કે અનેક અમેરિકી સૈન્ય અધિકારી પણ તાલિબાનની પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો હાથ હોવાનો દાવો કર્યો છે જાે કે પાકિસ્તાન આ આરોપોને રદ કરે છે.HS