પાકિસ્તાનની સંસદ યુદ્ધનું મેદાન બન્યુ હોય તેવા દ્રશ્યો દુનિયા સામે આવ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સંસદ યુદ્ધનું મેદાન બન્યુ હોય તેવા દ્રશ્યો દુનિયા સામે આવ્યા હતા. જણાવી દઇએ કે, પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાની સાંસદોએ એક અધમ કૃત્ય કર્યું હતુ. સંસદની અંદર ગાળો અને મારા મારી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદની અંદર બજેટની નકલ ફેંકી એક બીજા પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ દુર્વ્યવહાર અને હુમલોનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનાં નેતા અલી નવાઝ ખાન સંસદની અંદર વિપક્ષી નેતાઓ સાથે ઝઘડો કરી રહ્યા છે અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં એ પણ જાેવા મળે છે કે, સાંસદો સવાલ-જવાબની એક કોપી ફેંકીને એક બીજા પર હુમલો કરે છે. સાંસદોના આ વર્તનથી સંસદની અંદર અંધાધૂંધીનું વાતાવરણ સર્જાય છે.
જાે કે, ઘણા અન્ય જન પ્રતિનિધિઓ પીટીઆઈ નેતાને શાંત કરતા જાેવા મળે છે. શુક્રવારે પાકિસ્તાનનાં નાણામંત્રી શૌકત તરીને બજેટ રજૂ કર્યું હતું.સુત્રોના જણવ્યા અનુસાર, આ બજેટ પર ચર્ચા થવાની હતી. બજેટ પર ડિબેટ માટે પીટીઆઈ નેતા અલી નવાઝ ખાને હજુ પોતાનું ભાષણ શરરૂ જ કર્યુ હશે કે સંસદની અંદર હંગમો શરૂ થઇ ગયો હતો.
જાેકે, આ પહેલો મામલો નથી જ્યારે પીટીઆઈ નેતા પહેલીવાર આવુ કોઇ કૃત્ય કરતા જાેવા મળ્યા હોય.
થોડા દિવસો પહેલા પીટીઆઈની મહિલા નેતા ફિરદૌસ આશીક અવાને ટીવી પર એક ટોક શો દરમ્યાન ભારે દલીલ દરમ્યાન હરીફ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) નાં સાંસદ સાથે ગાળો બોલ્યા અને થપ્પડ પણ માર્યા હતા. આપને જણાવી દઈએ કે, ફિરદૌસ થોડા સમય સુધી માહિતી અને પ્રસારણ બાબતોમાં વડા પ્રધાન ઇમરાન ખાનનાં વિશેષ સહાયક હતા અને હાલમાં તે પંજાબમાં પીટીઆઈ પ્રાંત સરકારનાં પ્રવક્તા છે.