પાકિસ્તાનની હિન્દુ મહિલાએ બાળકનું નામ બોર્ડર રાખ્યું

ઇસ્લામાબાદ, પાકિસ્તાન પરત ફરવાની રાહ જાેઈને અટારી બોર્ડર પર એક પાકિસ્તાની હિન્દુ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો, અહીં જન્મેલા તેના બાળકનું નામ બોર્ડર રાખ્યું છે.
આ મહિલા ૯૯ પાકિસ્તાની નાગરિકોના જૂથનો એક ભાગ છે જે અટારી સરહદની બહાર નાઇટ શેલ્ટરમાં બેઠા છે. આ એ જ લોકો છે જે ભારતમાં લોકડાઉન પહેલા પોતાના સંબંધીઓને મળવા અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા આવ્યા હતા.
અટારી બોર્ડરની બહાર નાઈટ શેલ્ટરમાં રહેતી એક પાકિસ્તાની હિન્દુ મહિલાએ ઘરે પરત ફરવાની રાહ જાેઈને બાળકને જન્મ આપ્યો છે. આ દરમિયાન સીમાંત ગામ અટારીની આસપાસના લોકોએ આ મહિલાને તબીબી સુવિધા તો પૂરી પાડી, પરંતુ તેની દરેક રીતે મદદ પણ કરી.
નોંધનીય છે કે ભારતમાં લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલા, ૯૯ પાકિસ્તાની નાગરિકો જેઓ તેમના સંબંધીઓને મળવા અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ભારત આવ્યા હતા તેઓ હજુ પણ અહીં અટવાયેલા છે.
જેમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. કેટલીક ટેકનિકલ ખામીને કારણે તેઓ ભારતમાંથી તેમના વતન પરત ફરી શકતા નથી. લગભગ ૭૧ દિવસ પહેલા આ પાકિસ્તાની નાગરિકો વતન પરત જવા માટે રાજસ્થાન સહિત ભારતના અન્ય રાજ્યોમાંથી અટારી બોર્ડર પહોંચ્યા હતા. કારણ કે તેમની પાસે અટારી બોર્ડર રોડથી પાકિસ્તાન પરત જવાની પરવાનગી નથી, ત્યારે પાક રેન્જર્સે તેમને લેવાનો ઇનકાર કર્યો હતો.
આ લોકો અટારી સરહદની બહાર નાઈટ શેલ્ટર બનાવીને રહે છે. નાઈટ શેલ્ટરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોમાં નિંબુ બાઈ નામની એક મહિલા ગર્ભવતી હતી અને તે અહીં નજીકના ડોક્ટરો દ્વારા તેના ટેસ્ટ કરાવી રહી હતી. ૨ ડિસેમ્બરે તેને અચાનક પ્રસૂતિનો દુખાવો શરૂ થયો, જેથી નજીકની ગામની મહિલાઓ તેની મદદ કરવા ત્યાં પહોંચી. જ્યારે ગામના લોકોએ તેમને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડી હતી, તો તેમણે તેમની જરૂરિયાત મુજબ કેટલીક વસ્તુઓ પણ આપી હતી.
પાકિસ્તાનના રહમિયા જિલ્લાના રાજનપુરા ગામના રહેવાસી નવજાત બાળકના પિતા બલમ રામે જણાવ્યું કે, ઈમિગ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર, તેમના દસ્તાવેજાે પૂરા નહોતા, જેના કારણે તેમને અહીં રહેવું પડ્યું અને ૨ ડિસેમ્બરે એક બાળક તેમના ઘરે જન્મ થયો હતો. બાળકનો જન્મ અટારી બોર્ડર પર થયો હોવાથી તેઓએ તેનું નામ બોર્ડર રાખ્યું છે. જેમ જેમ બાળક મોટું થશે, તેમ તેમ તેને બોર્ડર નામના સંજાેગો વિશે જણાવવામાં આવશે.HS