પાકિસ્તાનમાંથી ૫૦ હિન્દુ પરિવાર ભારત પાછા ફર્યા
અમૃતસર, ભારત સરકાર તરફથી હિન્દુ લધુમતિઓને નાગરિકતાની જાહેરાત કર્યા બાદ પાકિસ્તનથી હિન્દુ પરિવારો ભારત આવવાનો સિલસિલો જારી છે જે હેઠળ પાકિસ્તાનથી ૫૦ હિન્દુ પરિવાર ભારત આવ્યા છે આ પરિવાર એ આશાએ ભારત આવ્યા છે કે તેમને બીજીવાર પાકિસ્તાન જવું પડશે નહીં અને ભારતીય નાગરિકતા મળી જશે આ લોકો પોતાની સાથે કપડા અને જીવન જરૂરિયાતની વસ્તુ લઇને આવ્યા છે.
જેસીપી અટારી સીમા પર પાકિસ્તાનથી રવિવાર ૫૦૦ અને અને હવે ૨૫૦ હિન્દુ પરિવાર પાકિસ્તાનથી બધુ છોડી ભારત આવ્યા છે જે ભારતીય નાગરિકતા લેવા ઇચ્છુક છે. આ પરિવાર સીમા પાર કરતી વખતે માથા પર જીવન જરૂરી ઉઠાવી આવ્યા હતાં આ પરિવાર પાકિસ્તાનના સિંધ પ્રાંત અને આસપાસના વિસ્તારોમાં રહેતા હતાં.
સુરક્ષા એજન્સીના એક રિપોર્ટ અનુસાર ગત વર્ષો દરમિયાન અત્યાર સુધી પાકિસ્તાનથી ૨૦ હજારથી વધુ હિન્દુ પરિવાર ભારત આવી ચુકયા છે જેને ભારતીય નાગરિકતા મળી ચુકી છે.આ તમામ પરિવાર મધ્યપ્રદેશના ઇન્દોર રાજસ્થાન ગુજરાત દિલ્હી અને પંજાબ તરફ રવાના થઇ રહ્યાં છે સુરક્ષા એજન્સીઓનું માનીએ તો આવનારા દિવસોમાં પાકિસ્તાની હિન્દુઓ મોટો જથ્થો આવનાર છે. જે પ્રકારે પાકિસ્તાનની પરેડ સ્થળ પર આ હિન્દુ પરિવારોને ઉભા કરવામાં આવ્યા હતાં તેને જાઇ એ અંદાજ લગાવી શકાતો હતો કે પાકિસ્તાન રેંજર્સ આ પરિવારોની સાથે જાનવરો જેવા વ્યવહાર કરે છે કસ્ટમ વિભાગને પણ મોડી રાત સુધી આ હિન્દુ પરિવારોના સામગ્રીની ચેકીંગ કરવી પડી હતી.
બીજી તરફ પાકિસ્તાની હિન્દુ પરિવાર મોટી સંખ્યામાં ભારત આવતા સુરક્ષા એજન્સીઓની પણ ઉધ ઉડી ગઇ છે પાકિસ્તાનથી આવનારા આ હિન્દુ પરિવારોમાં કોણ પાકિસ્તાની જાસુસ છે તેનો અંદાજ લગાવી શકાતો નથી