પાકિસ્તાનમાં અનાજની કીમતોમાં તોતીગ વધારો થઇ રહ્યો છે
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ઘઉની કીમતોએ રેકોર્ડ તોડી દીધો છે આ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ૨૪૦૦ રૂપિયા પ્રતિ ૪૦ કિલોની કીંમત એટલે કે ૬૦ રૂપિયામાં એક કિલો પર પહોંચી ગઇ. આ સાથે જ દેશની સરકારના મોંધવારી પર કાબુમાં કરવા અને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના અસફળ થવાનો ઇશારો માનવામાં આવી છે ગત ડિસેમ્બરમાં દેશમાં સ્થિતિ ખુબ ખરાબ જાેવા મળી હતી જયારે ઘઉની કીમત ૨૦૦૦ રૂપિયા પ્રતિ ૪૦ કિલો પર પહોંચી ગઇ હતી આ વર્ષ ઓકટોબરમાં જ આ રેકોર્ડ તુટી ગયો.
ઓલ પાકિસ્તાન ફલોર એસોસિએશને માંગ કરી છે કે દેશ અને રાજયની સરકારો ઘઉના ક્રય મૂલ્યની જાહેરાત તાકિદે કરે કારણ કે સિંધમાં કપાણીની સીઝન શરૂ થઇ ગઇ છે અને પંજાબમાં આગામી મહીને શરૂ થઇ જશે જયાકે કિસોનાની માંગ છે કે સર્ટિફાઇડ બીજોની કીમતોની જાહેરાત કરવામાં આવે આગામી ૨૪ કલાકમાં ૫૦ કિલોના બેગની કીમતની જાહેરાત પણ કરવામાં આવે.
એસોસિએશનનું કહેવુ છે કે મિલ માલિક દેશમાં ધઉની કમી માટે જવાબદાર નથી જયારે સરકારે રશિયાથી બે લાખ મેટ્રિક ટન ઘઉ આયાત કર્યું છે જે આ મહીને આવી જશે ઇકોનોમિક કોઓર્ડિનેશન કમિટિએ દેશમાં કીમતો સ્થિર કરવા માટે આ પગલુ ઉઠાવ્યું છે.
એ યાદ રહે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી ચરમાઇ ગઇ હતી તેના ઉપરથી કોરોના વાયરસની મહામારીએ વધુ કમર તોડી નાખી છે એટલું જ નહીં દેશના ખેતરો પર ટિડ્ડોના હુમલાએ પણ ખતરોને ભારે નુકસાન પહોંચાડયુ છે અને સેંકડો એકર પાક ચોપટ થઇ ગયો જેથી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આ વર્ષે કિસાનોને ભારે નુકસાન થશે અને દેશમાં ખાદ્ય સંકટ પેદા થઇ શકે છે.HS