Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં અલગ સિંધુદેશની માંગ સાથે હજારોની સંખ્યામાં સિધીયોએ લાલ ઝંડા લઇને માર્ચ કાઢી

કરાંચી, પાકિસ્તાનના સિંધી સમુદાયે અલગ સિંધુદેશની માંગ બુલંદ કરી છે સ્વતંત્ર સિંધુદેશની માંગને લઇ કરાંચીમાં હજારો સિધિયોએ માર્ચ કાઢી છે.પોતાની માંગના સમર્થનમાં દેશભરથી એકત્રિત થયેલ સિધી નાગરિકોએ કરાંચીમાં ગુલશન એ હદીદથી પ્રેસ કલબ સુધી રેલી કરી હતી હાથોમાં સિંધુદેશના પ્રતીક લાલ રંગના ઝંડા રાખી હજારો લોકોએ સ્વતંત્ર દેશના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.

પાકિસ્તાનથી સ્વતંત્ર સિંધુદેશ બનાવવાની માંગ પહેલીવાર ૧૯૭૨માં સિંધી નેતા જી એમ સઇદે ઉઠાવી હતી ૧૯૯૫માં જીએમ સઇદના નિધન બાદ સિંધુ દેશના આંદોલનને આગળ પણ જારી રાખવાના હેતુથી એક અલગ પાર્ટી જય સિંધ કૌમી મહાજ (જેએસકયુએમ)ની રચના કરવામાં આવી હતી કરાંચીમાં આ માર્ચનું આયોજન જેએસકયુએમ પાર્ટીએ જ કર્યું હતું.
પાર્ટીના વર્તમાન અધ્યક્ષ સુનાન કુરૈશી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓએ આ પ્રસંગ પર હાજર લોકોને સંબોધન કર્યું હતું તેમણે સિંધી ભાષા ને સંસ્કૃતિ પર છવાયેલ ખતરાને પોતાની માંગોનું મુખ્ય કારણ બતાવ્યું સિધિ સમુદાયનું કહેવુ છે કે સિંધ પોતાના આપમાં અલગ રાષ્ટ્ર છે પરંતુ પાકિસ્તાને તેને જબરજસ્તી કબજે કર્યું રાખ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.