પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો
કરાંચી: પાકિસ્તાનમાં ફરી એકવાર ચીનના નાગરિકો પર હુમલો થયો છે. બુધવારે બંદરગાહ શહેર કરાંચીમાં બે ચીનના મજૂરોને લઈ જતી કાર પર ગોળીબાર થઈ થયો હતો. પોલીસના કહ્યા મુજબ એક મોટર સાયકલ પર આવેલા આ બંદૂકધારીઓઆ આ ચીની મજૂરો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. બચાવ અધિકારી અને પોલીસે કહ્યું કે આ ઘટનામાં ચીનનો એક નાગરિક ઘાયલ થઈ ગયો, પણ આરોપી ઘટનાને અંજામ આપી ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા.
હજી સુધી આ ઘટના પાછળ શું કારણ હોય શકે તે સ્પષ્ટ થયું નથી. ત્યાંના વરિષ્ઠ અધિકરીએ કહ્યું કે પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મજૂરોને બચાવનાર અધિકરીએ જણાવ્યું કે આ બંને નાગરિકો મૂળ રૂપે ચીનના છે અને હુમલામાં તેમાંથી એક ઘાયલ થઈ ગયો હતો. આ હુમલો કરી આરોપી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. કરાંચીમાં ઘણી બધી યોજનાઓનું કામ ચાલી રહ્યું છે. આ પહેલા પણ ચીનના મજૂરોને લઈ જતી બસ એક ખીણમાં ખાબકી હતી. આ ઘટના મુજબ બસમાં ધડાકો થયો હતો અને જેમાં ૯ ચીન અને ચાર પાકિસ્તાનીઓના મોત થયા હતા.
ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખતુંખા વિસ્તારમાં વિસ્ફોટના કારણે એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી, આ વિસ્તારમાં ચીનના એન્જનીયરો રોડ પરિયોજના પર કામ કરી રહ્યા હતા. આ વિસ્ફોટમાં ૯ નાગરિક સહિત ૧૩ લોકોના મોત થયા હતા. ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ વિસ્ફોટ બોમના કારણે થયો છે જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે આ વિસ્ફોટ યાંત્રિક ખામીને કારણે ગેસ લીકેજ થવાથી થયો.