પાકિસ્તાનમાં ચીની નાગરિકો ભરેલી બસમાં વિસ્ફોટ, ૧૦ લોકોનાં મોત
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તર ભાગમાં બુધવારે એક બસને નિશાન બનાવતા મોટો વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ૧૦ લોકો મૃત્યુ પામ્યા હતા, માર્યા ગયેલા લોકોમાં છ ચીની નાગરિકો અને એક પાકિસ્તાની સૈનિક પણ સામેલ છે. સૂત્રોએ માહિતી આપી છે. મળતા અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં એક ડેમનુ બાંધકામ ચાલી રહ્યુ છે અને તેમાં ચીનની કંપની પણ કામ કરી રહી છે.આમ આ ડેમના બાંધકામમાં ચાઈનિઝ નાગરિકો પણ સામેલ છે.
વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે બસ એક ગટરમાં પડી ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું. એક ચીની નાગરિક અને એક જવાન ગુમ છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલમાં લઈ શકાય તે માટે આ વિસ્તારમાં તમામ સરકારી મશીનરી તહેનાત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને મદદ માટે એર એમ્બ્યુલન્સની મદદ પણ લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ વિસ્ફોટમાં છ ચીની નાગરિકો, અર્ધસૈનિક જવાન અને એક સ્થાનિક વ્યક્તિ માર્યા ગયા છે, જ્યારે ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે.
આજે ચાઈનિઝ નાગરિકો અને બીજા કર્મચારીઓ તથા સુરક્ષા કરી રહેલા સૈનિકો એમ ૩૦ લોકોને લઈ જઈ રહેલી બસમાં બ્લાસ્ટ થયો હતો.જેમાં આઠ લોકોના મોત થયા છે.આ પૈકી ચાર ચાઈનિઝ એન્જિનિયર પણ છે.ઘાયલોની હાલત ગંભીર હોવાથી મરનારાઓનો આંકડો વધી શકે છે.વિસ્ફોટકોની તિવ્રતા કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખૈબર પખ્તૂનવામાં પાક સેના પર આતંકી હુમલો થયો હતો અને તેમાં પાક સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત સહિત ૧૨ જવાનોના મોત થયા હતા અને બીજા ૧૫ જવાનો ઘાયલ
થયા હતા.
આ ઘટનાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાનમાં બીજા આતંકી હુમલો થયો છે.જાેકે બસ વિસ્ફોટ માટે કોણ જવાબદાર છે તે હજી સામે આવ્યુ નથી.દાસુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) નો ભાગ છે, જે બેઇજિંગના બેલ્ટ અને રોડ પહેલ હેઠળ ૬૫ અબજ ડોલરની રોકાણ યોજના છે. આ પ્રોજેક્ટનો હેતુ પશ્ચિમ ચીનને દક્ષિણ પાકિસ્તાનના ગ્વાદર સમુદ્ર બંદર સાથે જાેડવાનો છે. ચીની એન્જિનિયરો ઘણા વર્ષોથી દાસુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને તે વિસ્તારમાં કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પર પાકિસ્તાની બાંધકામ કામદારો સાથે કામ કરી રહ્યા છે.