પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ હજુપણ સ્વતંત્રરીતે રહે છે
વોશિંગ્ટન : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પ્રથમ વખત અમેરિકાની સત્તાવાર યાત્રાએ પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન ઇમરાન ખાને જુદા જુદા વિષયો ઉપર પ્રમુખ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વડાપ્રધાન તરીકેની ઇમરાન ખાનની પ્રથમ યાત્રા ઉપર તમામની નજર હતી.
અલબત્ત આ યાત્રા દરમિયાન પણ કોઇ સાર્થક પ્રયાસો આતંકવાદને લઇને કરવામાં આવ્યા ન હતા. ઇમરાન ખાને ફરીએકવાર વૈશ્વિક સમુદાયને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા હતા. પાકિસ્તાન દ્વારા હાલમાં લેવામાં આવી રહેલા આતંકવાદ સામેના પગલાનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં કુખ્યાત આતંકવાદીઓ સ્વતંત્રરીતે ફરી રહ્યા હોવા છતાં ઇમરાન ખાન આતંકવાદ સામેની લડાઈ લડવાની અર્થવગરની વાત કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં હજુ પણ આતંકવાદીઓ અને અપરાધીઓ આશ્રય લઇ રહ્યા છે અને તેમની સામે કોઇ પગલા લેવાઈ રહ્યા નથી. અમેરિકા દ્વારા પણ પોતાનું બેવડું વલણ ફરી દર્શાવવામાં આવ્યું છે જેના ભાગરુપે પાકિસ્તાન પર ખુલ્લા ફરત ત્રાસવાદીઓ સામે પગલા લેવા દબાણ લવાયું નથી.