પાકિસ્તાનમાં દર વર્ષે વધી રહ્યા છે એક લાખ ગધેડા,ચીનમાં એક્સપોર્ટ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ગધેડાની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને દર વર્ષે પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી એક લાખ વધી રહી છે. પાકિસ્તાન સરકારના નવા રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં ત્રણ લાખ ગધેડા વધી ગયા છે. પાકિસ્તાન સરકારના નવા રિપોર્ટ મુજબ હવે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને ૫૬ લાખ થઈ ગઈ છે.
પાકિસ્તાન સરકારના ૨૦૨૦-૨૧ના રિપોર્ટમાં ઈમરાન ખાન સરકારે ગધેડાની સંખ્યા વધવાને દેશ માટે એક ઉપલબ્ધિ ગણાવી દીધી છે અને કહ્યુ છે કે જ્યારથી ઈમરાન ખાનની સરકાર આવી છે, દેશમાં ગધેડાની સંખ્યા વધી રહી છે. નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પણ પાકિસ્તાનમાં એક લાખ ગધેડા વધ્યા છે અને હવે આખા દેશમાં ગધેડાની સંખ્યા વધીને ૫૬ લાખથી વધુ થઈ ગઈ છે. જાે કે પાકિસ્તાન સરકારના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા જરૂર વધી છે પરંતુ ઘોડા અને ખચ્ચરોની સંખ્યામાં વધારો થયો નથી.
ઈમરાન ખાન સરકારે ગર્વ સાથે દાવો કર્યો છે કે વિશ્વમાં સૌથી વધુ ગધેડાનુ ઉત્પાદન પાકિસ્તાનમાં થઈ રહ્યુ છે અને તે વિશ્વનો ત્રીજાે એવો દેશ છે જ્યાં સૌથી વધુ ગધેડા છે. પાકિસ્તાનમાં ગધેડા અને બીજા જાનવરોની ગણતરી કરાવવામાં આવે છે અને આર્થિક સર્વેક્ષણ ૨૦૨૦-૨૧માં જાણવા મળ્યુ છે કે પાકિસ્તાનમાં દર વર્ષે એક લાખ ગધેડા વધી રહ્યા છે જે દેશ માટે ગૌરવની વાત છે. જાે કે ઉંટ, ઘોડા, ખચ્ચર સહિત બીજી જાનવરોની વસ્તી વધી શકી નથી અને છેલ્લા ૧૩ વર્ષોથી આ જાનવરોનો ગ્રોથ રેટ સ્થિર છે. પાકિસ્તાની વર્તમાનપત્ર ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ઈમરાન ખાન સરકારે પહેલા પીએમએલ(એન) અને પીપીપીની સરકારના સમયમાં પણ ગધેડાની વસ્તીમાં લગભગ ૪ લાખનો વધારો થયો હતો.
પાકિસ્તાનના એક્સપોર્ટમાં ગધેડા મોટી ભૂમિકા નિભાવે છે અને એકલુ ચીન જ પાકિસ્તાનથી દર વર્ષે લગભગ ૮૦ હજાર ગધેડાને ખરીદે છે. ચીનમાં પાકિસ્તાનથી મંગાવેલા ગધેડાનો ઉપયોગ માંસ ઉત્પાદન સહિત અમુક બીજા કામો માટે પણ કરવામાં આવે છે. ચીનમાં પાકિસ્તાનથી ખાસ કરીને ગધેડાની આયાત કરવામાં આવે છે અને ગધેડાની ચામડીમાંથી નીકળેલા જિલેટીનથી ઘણા પ્રકારની દવાઓનુ પણ ઉત્પાદન કરવામાં આવે છે. જાે કે, પાકિસ્તાન સરકારે ઘોડા અને ઘેટા-બકરાની સંખ્યા ન વધવા પર નિરાશા પણ વ્યક્ત કરી છે.
પાકિસ્તાનમાં ગધેડાનો વેપાર વધારવા માટે ચીનની કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે અને કાયદેસર રીતે ચીની કંપનીઓ પાકિસ્તાનમા ગધેડાઓનુ ઉત્પાદન વધારવા માટે રોકાણ કરે છે. પાકિસ્તાનમાં ગધેડાના વેપાર પણ ઘણુ ધ્યાન આપવામાં આવે છે. પાકિસ્તાની વર્તમાનપત્રના જણાવ્યા મુજબ ચીનના લોકો ઈમ્યુનિટી વધારવા માટે ગધેડાના લોહીથી પણ દવાઓ બને છે માટે ચીનની ઘણી કંપનીઓએ પાકિસ્તાનમાં ગધેડા પર રોકાણ કર્યુ છે અને તે ઘણા પૈસા પાકિસ્તાની ગધેડાઓ પર ખર્ચ કરે છે.