Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બ બનાવતા ૧૬ વિજ્ઞાનીનું અપહરણ

આતંકી સંગઠન TTPએ લીધી જવાબદારી

પાકિસ્તાનમાં ‘તહેરિક એ તાલિબાન પાકિસ્તાન’ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું સમર્થન ધરાવે છે

ઇસ્લામાબાદ,
પરમાણુ બોંબ વિનાશકારી છે એમાં પણ જો કોઇ આતંકવાદીના હાથમાં આવી ગયા તો દુનિયાનું આવી જ બને. પાકિસ્તાનમાં શ્વાસ અધ્ધર કરી નાખનારી ઘટના બની છે જેમાં ‘તહરીકે એ તાલિબાન’ (ટીટીપી) નામના એક આંતકી સંગઠને અણુબોંબ તો નહી પરંતુ અણુબોંબ બનાવનારા ૧૬ વિજ્ઞાનીઓનું અપહરણ કર્યુ છે. ખુદ ટીટીપીએ અપહરણ કર્યાની કબુલાત કરી છે.અપહરણ કરાયેલા તમામ પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગ (પીએઇસી) સાથે સંકળાયેલા છે. ટીટીપીએ એક વીડિયો બહાર પાડીને કેટલીક માંગણીઓ કરી છે.

જો કે કેટલાક અહેવાલમાં પાકિસ્તાનના સ્થાનિક પ્રશાસન અને સરકારે અપહ્‌ત લોકોને વૈજ્ઞાનિક નહી પરંતુ અન્ય કર્મચારી ગણાવીને ઢાંક પિછોડો કર્યાે છે. હથિયારબંધ આતંકીઓએ વિજ્ઞાનીઓના વાહનોને આગ ચાંપી હતી.પાકિસ્તાનમાં ‘તહેરિક એ તાલિબાન પાકિસ્તાન’ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું સમર્થન ધરાવે છે. પાકિસ્તાનમાં ઘણા સમયથી સક્રિય છે પરંતુ ૧૫ ઓગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા પછી વધુ શકિતશાળી બન્યું છે.અફઘાનિસ્તાનમાં યુએસ અને સહયોગી દેશોની આર્મી સામે પડેલું ટીટીપી હવે પાકિસ્તાનની આર્મી અને સરકાર સામે પડયું છે.ડુરાન્ડ લાઇન તરીકે ઓળખાતી ૨૬૫૦ કિમી લાંબી અફઘાન સરહદે પાક વિરોધી ગુ્‌પોને મદદ કરી રહયું છે. ખાસ કરીને અફઘાન પશ્તુનોનું મોટું સમર્થન ધરાવે છે. ટીટીપીને અંકૂશમાં રાખવા પાકિસ્તાન સરકાર અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને જણાવતું રહે છે પરંતુ ટીટીપી મુદ્વે તાલિબાનોનું મૂક સમર્થન રહયું છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.