પાકિસ્તાનમાં પુરથી અત્યાર સુધી ૯૦ લોકોના મોત નિપજયાં
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં અનેક જગ્યાએ પુરની સ્થિતિ બનેલ છે સિંધ પ્રાંતમાં તેની સૌથી વધુ અસર જાેવા મળી છે.ત્રણ દિવસથી જારી વરસાદને કારણે અત્યાર સુધી ૯૦થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે.દેશમાં બલુચિસ્તાન પંજાબ અને ખૈબર પખતુનખ્વા રાજય પણ વરસાદ અને પુરથી પુરી રીતે પ્રભાવિત છે પાકિસ્તાનના રાષ્ટ્રીય આપદા નિગમના જણાવ્યા અનુસાર કરાંચીના અનેક માર્ગો અને ગલીઓમાં પાણીમાં ભરાઇ હયા છે. પુરના કારણે સૌથી વધુ ૩૧ મોત સિંધ પ્રાંતમાં થયા છે.જયારે ખૈબર પખ્તુનખ્વામાં પણ ૩૧ના મૃત્યુ થયા છે. બલુચિસ્તાનમાં ૧૨ અને દેશના ઉતરી વિસ્તારમાં ૧૩ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ત્રણ લોકોના મોત નિપજયા છે. અફઘાનિસ્તાનમાં ભારે પુથી ઓછામાં ઓછા ૭૦ લોકોના મોત નિપજયા છે. ઉત્તરી પરવન પ્રાંતમાં ઓછામાં ઓછા ૬૬ લોકોના મોત નિપજયા છે અહીં હતાહતોની સંખ્યા વધે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.HS