પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ૧૬૦ રૂપિયા ઉપર પહોંચ્યો

Files photo
ઈસ્લામાબાદ, દેવામાં ડૂબેલા પાકિસ્તાને એકવાર ફરી પોતાની વસતીને ભયાનક મોંઘવારીની ભેટ આપી છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ૧૦થી ૧૨ રુપિયા પ્રતિ લિટર વધારી દીધા છે.
પાકિસ્તાન સરકારના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર પેટ્રોલની કિંમતોમાં ૧૨.૦૩ રૂપિયા પ્રતિ લિટર હાઈ સ્પીડ ડીઝલની કિંમતોમાં ૯.૫૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય લાઈટ ડીઝલ ઓઈલની કિંમતમાં ૯.૪૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે અને કેરોસીનના ભાવમાં પણ ૧૦.૦૮ રૂપિયા પ્રતિ લિટર વધારી દેવાયો છે.
પેટ્રોલિયમ પ્રોડક્ટસની કિંમતોમાં નવા વધારા બાદ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૧૪૭.૮૨ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૧૫૯.૮૬ રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પીડ ડીઝલની કિંમત ૧૪૪.૬૨૨ રૂપિયા વધારીને ૧૫૪.૧૫ રૂપિયા પ્રતિ લિટર કરી દેવાઈ છે.
આ સિવાય લાઈટ ડીઝલ ઓઈલના ભાવ ૧૧૪.૫૪ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૧૨૩.૯૭ રૂપિયા કરી દેવાયુ છે. કેરોસીનના ભાવમાં ૧૧૬.૪૮ રૂપિયા પ્રતિ લિટરથી વધારીને ૧૨૬.૫૬ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.SSS