પાકિસ્તાનમાં ફિદાયિન બોમ્બરને સૌથી વધુ પાંચ લાખનો પગાર

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દેવાળિયા જેવી છે છતાં વિશ્વ પાસે ભીખ માગતો દેશ ભારતની સામે આતંકને પોષે છે-પાકિસ્તાન દ્વારા આતંકીઓને લાખોનું મહેનતાણું અપાય છે
નવી દિલ્હી, જમ્મુ કશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને મહેનતાણું આપતું હોવાનો ઘટસ્ફોટ એક ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં કરાયો છે. પાકિસ્તાનમાં સૌથી વધુ મહેનતાણું ફિદાયીન તરીકે ઓળખાતા આતંકવાદીને અપાય છે. દરેક ફિદાયીનને રૂપિયા પાંચ લાખ સુધીનો પગાર ઑફર કરાય છે.
એક તરફ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દેવાળિયા જેવી છે અને દુનિયા આખી પાસે ભીખ માગતું ફરે છે પરંતુ આતંકવાદીઓને આપવા માટે એની પાસે પૂરતા પૈસા છે.
ફિદાયીન આતંકવાદીઓને સ્વર્ગમાં સ્થાન અને અપ્સરાઓની કંપનીની લાલચ સુદ્ધાં અપાય છે. પાકિસ્તાનમાં ગરીબી અને બેકારી એટલી બધી છે કે ફિદાયીન હુમલા માટે યુવાનો જોઇએ તેટલા મળી રહે છે.
સામાન્ય આતંકવાદીને મહિને બાર હજાર રૂપિયા મળે છે. એ પરણેલો હોય તેા ૧૮ હજાર મળે છે. આતંકવાદી બનવાની તાલીમ લઇ રહેલા દરેક યુવાનને ત્રણથી પાંચ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે ચૂકવાય છે.
ભારતમાં ઘુસણખોરી કરવા મોકલાતા દરેક આતંકવાદીને ૨૦ હજારનો પગાર મળે છે. જો એણે ઘુસણખોરી કરીને ભારતમાં હુમલો કરવાનો હોય તો પાંચ લાખ રૂપિયાના સ્વર્ગીય પગારની ઑફર મળે છે. આવા યુવાન આતંકવાદી હુમલામાં ખપી જાય તો એના પરિવારને ૫ લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. આતંકવાદી ટોળીઓમાં ભરતી માટે મદરેસાની તાલીમ અને ધર્મના નામે જિહાદનો પ્રચાર કરતા મુલ્લા-મૌલવીઓની ભરમાર છે.SSS