પાકિસ્તાનમાં બૈસાખીની ઉજવણી કરવા ગયેલા ભારતીય શીખનું મોત
અમૃતસર, અટારી-વાઘા બોર્ડર થઈને ભારતથી પાકિસ્તાન ગયેલા એક શીખ તીર્થયાત્રીનું હાર્ટ એટેકથી મોતથયું છે. મૃતકની ઓળખ હરિયાણાના કરનાલ જિલ્લાના રહેવાસી નશાબર સિંહ તરીકે થઈ છે. કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ નિશાબર સિંહના મૃતદેહને અટારી બોર્ડરથી પાકિસ્તાનથી ભારત મોકલવામાં આવ્યો હતો.
નિશાબર સિંહ ૧૨ એપ્રિલના રોજ અટારી-વાઘા બોર્ડર દ્વારા ભારતથી પાકિસ્તાન જઈ રહેલા તીર્થયાત્રીઓના સમૂહનો એક ભાગ હતો. મળતી માહિતી મુજબ, ભારતીય શીખ શ્રદ્ધાળુઓનું એક જૂથ બૈસાખીના પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે ટ્રેન દ્વારા જઈ રહ્યું હતું, તે દરમિયાન ૧૨ એપ્રિલની રાત્રે લગભગ ૧૧ વાગે રાવલપિંડીમાં નિશાબર સિંહને હાર્ટ એટેક આવ્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
લાહોરના ગુરુદ્વારા ડેરા સાહિબના કેર ટેકરે જણાવ્યું કે, મૃત ભક્ત નિશાબર સિંહનું રાવલપિંડી રેલ્વે સ્ટેશન પર હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, લાહોરની હોસ્પિટલમાં બુધવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કાગળની કાર્યવાહી બાદ, મૃતદેહને અટારી-વાઘા બોર્ડર પર મૃતકના સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો.HS