પાકિસ્તાનમાં ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવાશે
ઇસ્લામાબાદ, ઇમરાન સરકારે કટ્ટર ઇસ્લામ સમૂહોના વિરોધ છતાં ઇસ્લામાબાદમાં ભગવાન કૃષ્ણના મંદિરના નિર્માણને મંજુરી આપી છે. લગભગ છ મહીના પહેલા અહીં બની રહેલ મંદિરના નિર્માણ કાર્યના વિરોધ બાદ રોકી દેવામાં આવ્યું હતું. હવે તેના નિર્માણ માટે ઇમરાન સરકાર તરફથી આદેશ જારી કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં કટ્ટરપંથી મૌલાનાઓના વિરોધ છતાં પણ ઇમરાન સરકારે ઇસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવાનો આદેશ જારી કર્યો છે જાે કે પાકિસ્તાનની ઉચ્ચ ઇસ્લામિક ઓર્ગનાઇજેશન તરફથી નિવેદન આવ્યું છે કે મંદિર નિર્માણનો વિરોધ છે આ સાથે પણ કહ્યું કે શરિયામાં મંદિર બન બનાવવાની કોઇ વાત નથી આ પહેલા કેટલાક કટ્ટરપંથીઓએ ચેતવણી આપી હતી કે તે ઇસ્લામાબાદમાં મંદિરના નિર્માણની મંજુરી આપશે નહીં.
જાણકારી અનુસાર આ પહેલા સીડીએ જુલાઇમાં મંદિર નિર્માણનું કામ કાનુની કારણોનો હવાલો આપી રોકી દેવામાં આવ્યું હતું ત્યારબાગ સરકારે ધાર્મિક મામલા પર ચર્ચા આપનારી પરિષદને ઓકટોબરમાં કહ્યું હતું કે ઇસ્લામાબાદ કે દેશના કોઇ પણ ભાગમાં મંદિર નિર્માણ પર બંધારણીય કે શરિયા તરફથી કોઇ અવરોધ નથી પરિષદે કૃષ્ણ મંદિરને મંજુરી આપવાની સાથે એક અન્ય મંદિર જેના પર મુસ્લિમોનો કબજાે છે તે પણ પાછો આપવાનો નિર્દેશ જારી કર્યો છે.કૃષ્ણ મંદિરનું નિર્માણ ૨૦,૦૦૦ સ્કવૈર ફીટ જમીન પર કરવામાં આવશે મંદિરના પરિસરમાં શમશાનની સાથે બીજા ધાર્મિક સ્થળોના પણ સ્ટ્રકચર હશે જાહેરનામા અનુસાર ઇસ્લામાબાદના સેકટર ૯-૨માં હિન્દુ સમુદાયની શમશાન ભૂમિની ચાર દિવાલોને મંજુરી આપી છે.HS