પાકિસ્તાનમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 29 શિખ શ્રધ્ધાળુઓનું મોત
ફરૂકાબાદ, પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો, અહીં એક પેસેન્જર ટ્રેન શ્રધ્ધાળુંઓ ભરેલી એક વાન સાથે ટકરાઇ, આ ઘટનામાં લગભગ 29 લોકોનાં મોત થઇ ગયા જેમાંથી મોટાભાગનાં શિખ યાત્રિકો હતાં, જેમાં ઘણા શ્રધ્ધાળુંઓ ઘાયલ થયા છે. ઘટનાસ્થળે વહીવટી તંત્ર અને બચાવકર્મીઓએ પહોંચીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા, આ અકસ્માત બેરિયર વગરનાં ક્રોંસિંગ પર આ અકસ્માત થયો છે, વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
શેખપુરાનાં જીલ્લા પોલીસ અધિકારી ગાઝી સલાહુદ્દીને આ ઘટનાની માહિતી આપી, અકસ્માત પંજાબનાં શેખપુરાનાં ફરૂખાબાદમાં થયો છે. અહીં કરાંચીથી લાહોર જઇ રહેલી શાહ હુસૈન એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન વેન સાથે અથડાઇ, શેખપુરા જીલ્લામાં આ શિખ શ્રધ્ધાળુંઓ ગુરૂદ્વારા સચ્ચા સૌદાથી પરત ફરી રહ્યા હતાં. આ લોકો ધાર્મિક અનુષ્ઠાન કરવા ગયા હતા.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, વડાપ્રધાન ઇમરાન ખાને પણ ઘાયલોને તમામ મેડિકલ સુવિધા આપવાનો હુકમ કર્યો છે.