પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ દૂતાવાસમાં હિંદુઓની રેલી
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો ભારતીય ઉચ્ચ દૂતાવાસના કાર્યલયની બહાર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું છે. હિંદુ સમુદાયના લોકોએ આ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ ભારતમાં ગત દિવસોમાં 11 અપ્રવાસી હિંદુઓની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોતને લઇને વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ગત મહિને ભારતમાં પાકિસ્તાનથી ભારત પહોંચેલા 11 અપ્રવાસી હિંદૂ પ્રવાસીઓની મોત થઇ છે. હિંદુ પ્રવાસીઓની આ મોત રાજસ્થાનના જોધપુર જિલ્લામાં થઇ છે.
ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચ દૂતાવાસ પર પહોંચેલા આ પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો છે કે પ્રવાસીઓની મોત પાછળ ભારતના કોઇ સિક્રેટ સર્વિસ જવાબદાર છે. આ લોકોની મોત ઝેર પીવાથી થઇ છે. અને તમામ પ્રવાસીઓ મોત એક ફાર્મહાઉસમાં થઇ હતી. ભારતીય ઉચ્ચ દૂતાવાસની બહાર પ્રદર્શનમાં બેઠેલા પાકિસ્તાની મૂળના આ લોક મોત પછી અહીં વસતા હિંદુઓએ નારેબાજી કરી તેમની રહસ્યમયી મોત માટે કારણ અને તપાસ માંગણી કરી છે.
ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચ દૂતાવાસ પર પાકિસ્તાનમાં અલ્પસંખ્ય હિંદુ સમુદાયના લોકોમાં ભારતમાં થયેલી આ ઘટનાને લઇને ખૂબ આક્રોષ છે. ત્યારે તેમણે આ મામલે ભારતીય સરકારથી ન્યાયની અપીલ કરી છે.