પાકિસ્તાનમાં મહામારી દરમિયાન શરાબના ભાવમાં ત્રણ ગણો વધારો
ઇસ્લામાબાદ: આર્થિક તંત્રથી ઝઝુમી રહેલ પાકિસ્તાનમાં મહામારી દરમિયાન શરાબની કાળાબજારી તેજીથી વધી ગઇ છે.શરાબની કમીને કારણે સ્થિતિ એવી થઇ ગઇ છે કે લોકો બેથી ત્રણ ગણો ભાવ ચુકવીને શરાબ ખરીદી રહ્યાં
છે.કાળાબજારી કરનારા મોટી મોટી બ્રાંડની શરાબમાં પાણી મિલાવી વેચી રહ્યાં છે પાકિસ્તાનમાં મુસ્લિમોના શરાબ પીવા પર પ્રતિબંધ છે પરંતુ આમ છતાં એવા લોકોની મોટી સંખ્યા છે જે આ પ્રતિબંધોન ઉપેક્ષા કરી શરાબ પીવે છે.
સુત્રો અનુસાર પાકિસ્તાનના દક્ષિણી સિંધ પ્રાંતમાં બિન મુસ્લિમ ગ્રાહકો માટે શરાબની દુકાનો કાયદેસર છે કરાચીમાં આવી જ એક દુકાન પર કામ કરનારા હિન્દુ યુવા રાહુલે કહ્યું કે તે તમામને શરાબ આપે છે જે તેને પૈસા આપે છે. તેમણે કહ્યું કે હિન્દુ મુસ્લિમ ઇસાઇ અનેક લોકો શરાબ પીવે છે મને તેનાથી કોઇ ફર્ક પડતો નથી કે પીનારાઓનો ધર્મ કયો છે. જાે કે રાહુલ એ પણ માને છે કે સતર્ક રહેવું ખુબ જરૂરી છે રાહુલ દર મહીને ૫૦ હજાર રૂપિયા સુધી કમાઇ લે છે. જે તેની ગત કમાણીથી ખુબ વધુ છે પહેલા તે કપડા ફેકટરીમાં મજદુર હતાંે
ઇસ્લામાબાદના નિવાસે ઉમરે કહ્યું કે હું પહેલા કયારેક કયારેક જ શરાબ પીતો હતો હવે રોજ પીવું છું શરાબના કારણે મને ચિંતાઓનો સામનો કરવામાં મદદ મળે છે. પત્રકારોનું કહેવુ છે કે વ્હિસ્કીની બોટલ ત્રણ ગણી મોંધી વેચાય છે અને તેમાં પણ પાણી મિલાવીને અપાય છે પાકિસ્તાનમાં વર્ષ ૧૯૭૭માં જુલ્ફિકાર અલી ભટ્ટોની સરકારે શરાબબંધી માટે કાનુન બનાવ્યો હતો જાે કે તેમાં બાર અને કલબોને કેટલીક છુટ આપવામાં આવી હતી બાદમા ૧૯૭૯માં જનરલ જિયા ઉલ હકે શરાબને બિન ઇસ્લામિક જાહેર કરતા આ કાનુનને વધુ સખ્ત કરી દીધો હતો.