પાકિસ્તાનમાં મોંઘવારીએ આમ આદમીની કમર તોડી: એક ઈંડાનો ભાવ 30 રૂપિયા
નવી દિલ્હી, કોરોના વાઈરસ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તામાં કમરતોડ મોંઘવારી આમ આદમીનું જીવન મુશ્કેલ બની ગયું છે. ઈમરાન ખાન સત્તામાં આવવા છતાં તે અર્થતંત્રમાં સુધારો કરવામાં નાકામ રહ્યું છે. અહીંની સ્થિતિ એવી થઈ ચુકી છે કે, આદુ 1 હજાર અને ઘઉં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે એક ઈંડાનો ભાવ 30 રૂપિયા છે. ઠંડીના કારણે અહીં ઈંડાની ખુબ જ માંગ છે ત્યારે તેની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ સ્થિતિમાં લોકોને પોતાની જીવન જરૂરી વસ્તુઓ પૂર્ણ કરવી શક્ય નથી થઈ રહી. પાકિસ્તાનમાં જથ્થાબંધ ભાવે ઈંડા ખરીદવામાં આવે તો એક ડઝન માટે 240 રૂપિયા ચૂકવવા પડે એટલું જ નહી ચિકન 300 રૂપિયા પ્રતિકિલોના ભાવથી વેચાઈ રહ્યું છે.