પાકિસ્તાનમાં મોલ, સિનેમા ઘરો બંધ કરાવીશું તો આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે: ઇમરાન ખાન
પાકિસ્તાન ખુબ ગરીબ દેશ છે જો આમ કરવામાં આવે તો લોકોને ભુખ્યા મરવાનો વારો આવે તેવી સ્થિતિ ઉભી થશે
ઇસ્લામાબાદ, દુનિયાના ૧૫૯ દેશોને પોતાની ચપેટમાં લેનાર કોરોના વાયરસ પાકિસ્તાનમાં ધીરે ઘીરે પગ પેસારો કરી રહ્યો છે અહીં અત્યાર સુધી ૨૩૭ મામલા સામે આવ્યાની પુષ્ટી થઇ ચુકી છે પાકિસ્તાનના અખબાર ડોન અનુસાર અહીં સૌથી વધુ પ્રકોપ સિંધ પ્રાંતમાં જાવા મળી રહ્યાં છે જયાં તેના ૧૭૨ મામલા સામે આવ્યા છે આ ઉપરાંત પંજાબમાં ૨૬,બલુચિસ્તાનમાં ૧૬,ખૈબર પખ્તુંખ્વાંમાં ૧૬ ગુલામ કાશ્મીરમાં ૫ મામલા આવ્યા છે. કોરોના પગ પેસારાથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના મનમાં પણ તેની ચિંતા વધી ગઇ છે. આથી તેમણે ટીવી પર વી લોકોને સંબોધિત કર્યા અને ધૈર્ય બનાવી રાખવા અને તકેદારી રાખવાની અપીલ પણ કરી હતી.
ટીલી પર પોતાના સંબંધોનમાં વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાનમાં દરેક વસ્તુ બીજા દેશોની જેમ બંધ કરી શકાય નહીં કારણ કે પાકિસ્તાન ખુબ ગરીબ દેશ છે જા આમ કરવામાં આવે તો જે આર્થિક સ્થિતિ પહેલા જ ખુબ ખરાબ છે તે પુરી રીતે બેકાબુ થઇ જશે.તેનો સીધો અર્થ છે કે પાકિસ્તાનમાં સિનેમાહોલ,બજાર શોપિંગ મોલ સ્કુલ કોલજ ક અન્ય બીજી એવી વસ્તુઓ જયાં ભીડ થવાથી આ વાયરસના ફેલાવવાનો સૌથી વધુ ખતરો છે તે બંધ કરાશે નહીં. તેમણે એ પણ કહ્યું કે જા આમ કરવામાં આવશે તો અહીંના લોકો ભુખે મરી જશે. જો કે સિંધે તેના પર પહેલા જ ઇમરાન ખાનના નિવેદનના ઉલટ નિર્મય લેતા પોતને ત્યાં આ વસ્તુઓને પુરી રીતે બધ કરી દીધી છે.
ઇમરાન ખાને લોકોને અપીલ કરી છે કે તે ખુદને બચાવવા માટે તમામ સુરક્ષિત પગલા ઉઠાવે તેના માટે તેમણે ધર્મ ગુરૂઓની પણ મદદ માંગી છે તેમણે કહ્યું કે આ ખુબ મુશ્કેલીભર્યો સમય છે આવામાં ધર્મગુરૂ લોકોની પાસે જઇ તેમને આ વાયરસથી બચાવવાની પધ્ધતિની માહિતી આપે. વડાપ્રધાને કોરોના વાયરસને ધ્યાનમાં રાખી એક ઇકોનોમી સમિટિની પણ રચના કરી છે આ કમીટી સુનિશ્ચિત કરશે કરે આવી ખરાબ સ્થિતિમાં કોઇ જરૂરી વસ્તુઓની જમાખોરી ન કરી શકે જો કોઇ જણાઇ આવશે તો તેની વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવશે. તેમનું કહેવુ છે કે કેટલાક લોકો પોતાના ખાનગી હિતો માટે આમ કરી શકે છે આથી તેમણે આવા લોકોને ચેતવણી પણ આપી છે એ યાદ રહે કે દેશના વ્યાપારિક હબ કહેવાતા કરાંચીમાં ૩૮ લોકોને જરૂરી વસ્તુઓની જમાખોરી કરવાના આરોપમાં પકડવામાં આવ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે આ વયરસ હજુ વધુ ફલાશે પરંતુ આપણે સાવધાની રહેવું પડશે.તેમણે પોતાના ભાષણાં એ પણ ઇશારો કર્યો કે વિકસિત દેશ પણ તેની અત્યાર સુધી સારવાર કે ટીકા શોધી શકી નથી આવામાં પાકિસ્તાન માટે આ સમય પડકારભર્યો બની રહ્યો છે.