પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોનાં જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, ૫ના મોત

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં આવેલ એક શહેર બહાવલનગરમાં શિયા સમુદાયનાં જુલૂસ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં બોમ્બ ધમાકો થયો છે. આ ધમાકામાં કેટલાક લોકો માર્યા ગયા હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે.
પાકિસ્તાનની વચોવચ આવેલ શહેરમાં શિયા મુસ્લિમોનાં જુલૂસમાં ખૂબ જ મોટો ધમાકો થયો જે બાદ અત્યારે પ્રાથમિક માહિતી અનુસાર ૩૦ લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધારે પણ હોય શકે છે. ધમાકા બાદથી સોશ્યલ મીડિયામાં જુદા જુદા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ભારે અફરાતફરીનો માહોલ દેખાઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં આ પ્રકારનાં ધમાકાનાં કારણે શિયાઓને લઈને આખા દેશમાં તણાવ વધી ગયો છે. શિયાઓની અંદર ગુસ્સો છે અને હુમલાનો બદલો લેવાની માંગ કરવામાં આવી રહી છે. શિયાઓના નેતાએ કહ્યું કે જ્યારે જુલૂસ ભીડભાડવાળી કોલોનીમાંથી પસાર થઈ રહી હતી તે સમયે જ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકારે દેશભરમાં આ પ્રકારનાં જુલૂસમાં સુરક્ષા વધારવાની જરૂર છે.HS