પાકિસ્તાનમાં શ્રીલંકાના નાગરિકની ટોળાએ માર મારીને હત્યા કરી નાંખી બાદમાં સળગાવ્યો

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના સિયાલકોટમાં શ્રીલંકાના એક નાગરિક પર ટોળાએ હુમલો કરીને તેની હત્યા કરી નાખી અને બાદમાં તેના મૃતદેહને સળગાવી દીધો. ‘ અહેવાલ મુજબ, આ ઘટના સિયાલકોટના વજીરાબાદ રોડ પર બની હતી, જ્યાં ખાનગી ફેક્ટરીઓના કામદારોએ કથિત રીતે ફેક્ટરીના એક્સપોર્ટ મેનેજર પર હુમલો કર્યો હતો, તેની હત્યા કરી હતી અને બાદમાં તેના શરીરને સળગાવી દીધું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ફેક્ટરીના કર્મચારીઓએ પીડિત પર પોસ્ટરનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો જેના પર પયગંબર મોહમ્મદનું નામ લખેલું હતું. સિયાલકોટ જિલ્લા પોલીસ અધિકારી ઓમર સઈદ મલિકે જણાવ્યું કે મૃતકની ઓળખ શ્રીલંકાના રહેવાસી પ્રિયંતા કુમારા તરીકે થઈ છે.
તેને “ખૂબ જ દુઃખદ ઘટના” ગણાવતા પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો અને પોલીસ મહાનિરીક્ષક પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે, “ઘટનાના દરેક પાસાઓની તપાસ થવી જાેઈએ અને રિપોર્ટ સોંપવો જાેઈએ. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી થવી જાેઈએ.
અહેવાલો અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે પોલીસ બળ વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે. પંજાબના પોલીસ મહાનિરીક્ષક રાવ સરદાર અલી ખાને કહ્યું, “સિયાલકોટના ડીપીઓ ઘટનાસ્થળે હાજર છે. ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.HS