પાકિસ્તાનમાં ૪૩૦ ડ્રોન હુમલા: ૨૯૦૦ના મોત
ત્રાસવાદીઓ અને કટ્ટરપંથીઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા છે: ૨૦૧૯માં બે ડ્રોન હુમલાઓ કરાયા |
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં રક્તપાતના જારી રહેલા દોર અને મોટી સંખ્યામાં ત્રાસવાદીઓની હજુ હાજરી વચ્ચે એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૪થી લઇને હજુ સુધી ૪૩૦ ડ્રોન હુમલા જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યા છે. આ ડ્રોન હુમલામાં હજુ સુધી ૨૯૦૦થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. સાથે સાથે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોની સખ્યા આ હુમલામાં ૧૦૨૮ આંકવામાં આવી છે. પાકિસ્તાની અખબાર ડ્રોને તમામ માહિતી વિસ્તારપૂર્વક પ્રકાશિત કરવામાં આવી છે. હેવાલમાં દાવો કરવામા આવ્યો છે કે વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાનમાં ૧૧૭ હુમલા કરવામાં આવ્યા હતા.
આ હુમલામાં ૭૭૫ લોકો ઘાયલ થયા હતા. સાથે સાથે ૧૯૩ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના જુદા જુદા કટ્ટરપંથીગ્રસ્ત અને ત્રાસવાદી ગ્રસ્ત વિસ્તારોને ટાર્ગેટ બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં જંગી ખુવારી થઇ હતી. પાકિસ્તાનમાં ત્રાસવાદીઓનો સફાયો કરવાના હેતુતથી આ હુમલાનો દોર જારી રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯મા પણ હુમલા કરવામાં આવ્યા છે. તહેરિક તાલિબાનના ટોપ લીડર, તાલિબાની લીડર મુલ્લા મંસુનુ પણ આ હુમલામાં મોત થયુ છે. હેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બજાઉર, બાનુ, હાંગુ, ખૈબર, ખુર્રમ, મોહમ્મદ, ઉત્તરીય વજિરિસ્તાન સહિતના વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા છે.
હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૦૮થી લઇને વર્ષ ૨૦૧૨ વચ્ચેના ગાળામાં સૌથી વધારે હુમલા કરવામાં આવ્યા હતા. ગાળા દરમિયાન પાકિસ્તાનમાં પીપીપીની સરકાર હતી. નેશનલ કાઉન્ટર ટેરેઝિમ ઓથોરિટી પાસેથી પ્રાપ્ત આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચેના ગાળામાં ૩૩૬ ડ્રોન હુમલા જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ૨૨૮૨ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૬૫૮ લોકો ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૧૦માં ૧૧૭ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ૭૭૫ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૧૯૩ લોકો ઘાયલ થયા હતા.વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૯ વચ્ચેના નવાઝ શરીફ શાસનમાં ૬૫ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ૩૭૦ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૭૦ લોકો ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૧૮માં બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં બે ખુંખાર ત્રાસવાદીઓના મોત થયા છે.
કેટલાક ઘાયલ થઇ ગયા છે. પાકિસ્તાનમાં રક્તપાતનો દોર હજુ જારી રહ્યો છે.ત પાકિસ્તાનમાં ઇમરાનખાનના નેતૃત્વમાં નવી સરકાર આવી ગઇ છે ત્યારે સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. કારણ કે ત્રાસવાદીઓ જાહેરમાં હજુ નજરે પડી રહ્યા છે. અમેરિકાએ તેના હિતોને નુકસાન ન થાય તે રીતે વર્ષ ૨૦૧૯માં પણ બે ડ્રોન હુમલા કરી દીધ છે. આગામી દિવસોમાં વધુ હુમલા કરી શકે છે. બીજી બાજુ પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓ સામે પગલા ન લેવાની અપનાવવામાં આવેલ નીતિ હવે સ્પષ્ટ પણે દેખાઇ રહી છે.