પાકિસ્તાનમાં ૫ાંચ લાખ લોકોના મોબાઈલ સિમ કાર્ડને સરકાર બ્લોક કરશે
પાકિસ્તાનમાં ટેક્સ રિટર્ન ફાઈલ ન કરનારા ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ એ સિમ બંધ કરવા માટે ૨.૪ મિલિયનમાંથી ૦.૫ મિલિયનથી વધુ લોકોની ઓળખ કરી છે
લાહોર,ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં સત્તાવાળાઓએ ટેક્સ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે એક નવું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. આ અંતર્ગત પાંચ લાખથી વધુ ટેક્સ ડિફોલ્ટર્સના મોબાઈલ ફોન સિમ કાર્ડ બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સી અનુસાર, ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) એ ઈન્કમ ટેક્સ જનરલ ઓર્ડર (ITGO)માં કહ્યું છે કે જે લોકોએ ૨૦૨૩ માટે તેમના ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા નથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં ૫૦૬,૬૭૧ લોકોનો સમાવેશ થાય છે. તેણે પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA) અને તમામ ટેલિકોમ કંપનીઓને ૨૦૨૪ના ઈન્કમ ટેક્સ જનરલ ઓર્ડર (ITGO) નંબર ૦૧ને ૧૫ મે સુધીમાં તેમના સિમ બ્લોક કરવા અને કમ્પ્લાયન્સ રિપોર્ટ ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે.અહેવાલ મુજબ, એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે FBRએ ૨.૪ મિલિયન સંભવિત કરદાતાઓની ઓળખ કરી છે, જેઓ ટેક્સ રોલ્સમાં હાજર ન હતા. બાદમાં આ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી.
હ્લમ્ઇ એ સિમ નિષ્ક્રિય કરવા માટે ૨.૪ મિલિયનમાંથી ૦.૫ મિલિયનથી વધુ વ્યક્તિઓની ઓળખ કરી છે. આ વ્યક્તિઓએ ટેક્સ વર્ષ ૨૦૨૩ માટે તેમના રિટર્ન ફાઇલ કર્યા નથી.એક્ટિવ ટેક્સપેયર્સ લિસ્ટ (AIL) મુજબ, FBRને ૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ૪.૨ મિલિયન ટેક્સ પેયર્સનું રિટર્ન મળ્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૩.૮ મિલિયન રિટર્ન હતું. આમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.ટેક્સ વર્ષ ૨૦૨૨માં, FBRને કુલ ૫.૯ મિલિયન ટેક્સ રિટર્ન મળ્યાં હતાં.
FBR અધિકારીના જણાવ્યા અનુસાર, ૨૦૨૩ માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર વ્યક્તિઓ માટે સિમ આપમેળે રિસ્ટોર થઈ જશે. દર સોમવારે, FBR તેની ATL સૂચિ અપડેટ કરે છે.દર મંગળવારે, ATL સૂચિમાં દેખાતા વ્યક્તિઓના નામ ઓળખવામાં આવશે અને પુનઃસ્થાપના માટે PTAઅને ટેલિકોમ કંપનીઓને મોકલવામાં આવશે. અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પુનઃસ્થાપનની કોઈ અલગ પ્રક્રિયા હશે નહીં, સમગ્ર પ્રક્રિયા આપમેળે થશે.ss1