પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતનું નિધન થયું

ઇસ્લામાબાદ,પાકિસ્તાની સાંસદ અમીર લિયાકતનું કરાચીમાં નિધન થયું છે. જિયો ટીવીએ તેમના નોકરને ટાંકીને આ સમાચાર આપ્યા છે. તે કરાચીમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આશંકા છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આમિર લિયાકત હાલમાં જ તેમની બીજી પત્નીથી છૂટાછેડા અને ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં આવ્યા હતા.આમિર લિયાકતની ઉંમર માત્ર ૪૯ વર્ષની હતી.
તેમનો જન્મ ૧૯૭૨માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ લગ્ન હતા. તેણે ૨૦૧૮માં બીજા લગ્ન તૌબા અનવર સાથે કર્યા હતા. ત્યારબાદ તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેણે વર્ષ ૨૦૨૨માં જ દાનિયા શાહ સાથે -લગ્ન કર્યા હતા.
આમિરના નોકરે વધુમાં જણાવ્યું કે તેમની તબિયત બુધવારરાત્રિથી વધુ ખરાબ હતી.
પણ તેમણે હોસ્પિટલ જવાની ના પાડી હતી. ત્યાર બાદ તેઓ દર્દથી કણસી ઉઠ્યા અને અચાનક ચીસ પાડી હતી તે સાંભણીને તેમનો નોકર તાબડતોડ પહોંચી ગયો હતો, પણ દરવાજાે બંધ હતો. દરવાજાે તોડીને જાેયું કે તેઓ બેભાન અવસ્થામાં હતા. ત્યાંથી તેમને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ ગયા પણ ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.HS2KP