Western Times News

Gujarati News

પાકિસ્તાની સેના અને પોલીસ વચ્ચે ગોળીબાર હિંસક અથડામણ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના કરાંચીમાં પોલીસ અને સેના વચ્ચે અથડામણથી દેશમાં ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ ઉભી થઇ છે. પોલીસ અને સેના આમને સામને આવી ગઇ છે અને બંન્ને વચ્ચે ગોળીબાર થઇ રહ્યાં છે. જયારે પાકિસ્તાની મીડિયાએ ગંભીર સ્થિતિને કયાંકને કયાંક છુપાવવાનો પ્રયાસ પણ શરૂ કરી દીધો હક્કીતમાં સફદર અને તેમની પત્ની પીએમએનલ નવાજના ઉપાધ્યક્ષ મરિયમ નવાજ પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેંટની રેલીમાં ભાગ લેવા માટે કરાંચી ગયા હતાં આ દરમિયાન સફદરને તેમની હોટલના રૂપથી ધરપકડ કરવામાં આવી હતી જાે કે બાદમાં તેમને જામીન પર મુકત કરવામાં આવ્યા હતાં.

સુત્રોના જણાવ્યા અનુસાર કરાંચીમાં પોલીસ અને સેનાની વચ્ચે થયેલ અથડામણમાં દસ જવાનોના મોત થયા છે મૃત્યુ પામનારાઓમાં સેનાના પાંચ અધિકારી પણ સામેલ છે જાે કે પાકિસ્તાની મીડિયાએ આ અહેવાલોને દબાવવાનો પુરજોર પ્રયાસ કર્યો છે ઇટરનેશન હેરાલ્ડના એક ટ્‌વીટ અનુસાર કરાંચીમા ંસિંધ પોલીસ અને પાકિસ્તાની સેનાની વચ્ચે થયેલ ગોળીબારમાં દસ જવાનોના મોત થયા છે.ગોળીબાર દરમિયાન સિંધના પોલીસ અધીક્ષક એમ આફતાબ અનવરને હિરાસતમાં લેવામાં આવ્યા છે.જાે કે અનેક મીડિયા ગ્રુપે પોતાના ટિ્‌વટર હેંડલ પર ટકરાવની માહિતી આપી છે.

સેના અને પોલીસ વચ્ચે મામલો તે સમયે વધ્યો જયારે ૧૧ વિરોધી પક્ષોના પીડીએમ ગઠબંધને એક વિશાળ રેલી કરી આ રેલીમાં સેનાની કઠપુતલી બની ઇમરાન સરકાર અને સેના પર ભારે પ્રહારો કરવામાં આવ્યા રેલીમાં જબરજસ્ત ભીડ એકત્રિત થઇ હતી. લંડનથી વીડિયો લિંક દ્વારા પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફે પણ સંબોઘન કર્યું હતું.સિંધ પોલીસે ટ્‌વીટ કરી કહ્યું કે ૧૮-/૧૯ ઓકટોબરની રાતે સેના જવાનોએ આઇજી સિંધ મુશ્તાક મેહરનું અપહરણ કર્યું હતું તેમણે મોહમ્મદ સફદરની ધરપકડના આદેશ પર હસ્તક્ષેપ કરવા માટે મજબુર પણ કરવામાં આવ્યા હતાં.

જયારે આઇજીએ વિરોધ નોંધાવતા અચોકકસ મુદ્‌ત માટે રજા પર જવાનો નિર્ણય લીધો હતો. આટલું જ નહી ત્રણ વધારાના આઇજી ૨૫ ડીઆઇજી ૩૦ એસએસપી અને સિંધના ડઝનેક એસપી ડીએસપી અને એસએચઓ સહિત પોલીસના લગભગ તમામ વરિષ્ઠ અધિકારીઓએ તેની વિરૂધ્ધ રજાની અરજી આપી સેના તરફથી જારી એક યાદી અનુસાર સેના પ્રમુખે કરાંચી કોર કમાંડરને તાકિદે ઘટનાની તપાસ કરી અને જેમ બને તેમ તાકિદે રિપોર્ટ સોંપવા માટે કહ્યું જાે કે યાદીમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કંઇ ઘટનાની તપાસ કરવાની છે પરંતુ આ પહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવર ભુટ્ટો જરદારીએ પ્રશાસનથી સફદરની ધરપકડથી જાેડાયેલ ઘટનાઓની તપાસ કરાવવાની માંગ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.