પાકિસ્તાની સેના પર ભીષણ હુમલોઃ 100 સૈનિકો મારી નાંખ્યા હોવાનો બલૂચ વિદ્રોહીઓનો દાવો
નવી દિલ્હી, પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તામાં વિદ્રોહની આગ વધારેને વધારે ભડકી રહી છે. બલૂચ વિદ્રોહીએએ ગઈકાલે પાકિસ્તાનની સેના પર ભીષણ હુમલો કર્યો હતો.તેમણે દાવો કર્યો છે કે, આ હુમલામાં 100 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
બીજી તરફ પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો છે કે,હુમલાને નિષ્ફળ બનાવાયો છે અને ચાર આતંકીઓને મારવામાં આવ્યા છે.પાકિસ્તાની સેનાનુ કહેવુ છે કે, અમારા એક જ સૈનિકનુ મોત થયુ છે.
જોકે પાકિસ્તાનનો દાવો શંકાસ્પદ હોઈ શકે છે.કારણકે આ પહેલાની ઘટનામાં બલૂચ વિદ્રોહીઓએ 10 પાક સૈનિકોને મારીનાંખ્યા હતા અને 30 કલાક બાદ પાક સેનાએ આ દાવો સ્વીકાર્યો હતો.
દરમિયાન ગઈકાલના હુમલાને લઈને પાક સેનાએ કહ્યુ છે કે, બલૂચ બળવાખોરોનો હુમલો પાક સેનાએ નિષ્ફળ બનાવીને વિદ્રોહીઓને નુકાસન પહોંચાડ્યુ છે.તેમણે સુરક્ષાદળોના કેમ્પમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.પાકિસ્તાને સમયસર કાર્યવાહી કરી હતી અને બલૂચ વિદ્રોહીઓને પાછા હટવુ પડયુ હતુ.
બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લઈને કહ્યુ છે કે, અમે 100 પાક સૈનિકોને મારી નાંખ્યા છે.અમારા હુમલામાં પાક સેનાની છાવણી તબાહ થઈ ગઈ છે.પાકિસ્તાની સેનાએ મીડિયા પર આ હુમલાના ન્યૂઝ પ્રસારિત કરવા પર લોક લગાવી દીધી છે.આ વિસ્તારમાં ઈન્ટરનેટ અને ફોન બંધ કરી દેવાયા છે.પાકિસ્તાની સેનાનો દાવો ખોખલો છે.અમારુ અભિયાન સંપૂર્ણ તાકાત સાથે ચાલુ જ છે.