પાકિસ્તાને કોરોના ઉપર રહસ્યમયી રીતે કાબૂ મેળવ્યો
પાક.માં ૮૦ હજાર મોત થવાનું અનુમાન-જૂનમાં રોજના ૬૦૦૦ કેસ હતા, સપ્ટેમ્બરમાં ઘટીને ૩૦૦ થઈ ગયા! પાકિસ્તાનમાં આવો ચમત્કાર કેમ થયો?
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં કોરોના વાયરસના નવા મામલાની સંખ્યામાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં નાટકિય રીતે ઘટી છે. જૂનના મધ્યમાં જ્યાં રોજ ૬ હજારથી વધારે કેસ આવી રહ્યા હતા, ત્યાં હવે સપ્ટેમ્બરમાં રોજના માત્ર ૩૦૦ નવા કેસ સામે આવવાની જાણકારી મળી રહી છે. શનિવારની રાત સુધી ત્યાં કોરોનાના કુલ ૨,૯૭,૫૧૨ કેસ સામે આવ્યા હતા, જેમાંથી ૬૩૩૫ દર્દીઓના મોત થયા.
પાકિસ્તાન મુજબ, ત્યાં ૨,૮૨,૨૬૮ દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે અને હાલમાં માત્ર ૮૯૦૯ કેસ એક્ટિવ છે. ૨૨ કરોડની વસ્તીવાળ પાકિસ્તાનની સ્થિતિ એવી હતી કે ઓગસ્ટ સુધીમાં ત્યાં ૮૦ હજાર મોત થવાનું અનુમાન હતું. પાકિસ્તાનનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ છે, અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ છે, શહેરોમાં ભારે ભીડ છે. તેમ છતાં હાલના અઠવાડિયાઓમાં ઈન્ફેક્શન્સની સંખ્યા ઘટી છે.
હેલ્થ એક્સપર્ટ્સ તેનાથી ખૂબ હેરાન છે અને પાકિસ્તાનની ‘સફળતા’નું કારણ શોધી રહ્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે પાડોશી ભારતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. પાકિસ્તાનીઓના કોવિડ-૧૯ની લડાઈમાં સારા પ્રદર્શન પાછળ ઘણા કારણો ગણાવાઈ રહ્યા છે. તેમાંથી એક દાવો છે કે પાકિસ્તાની વસ્તીની એવરેજ ઉંમર ૨૨ વર્ષ છે અને કોવિડ-૧૯ વૃદ્ધોને વધારે પરેશાન કરે છે. ઈટાલીમાં એવરેજ ઉંમર ૪૬.૫ વર્ષ છે અને ત્યાં ૩૫ હજારથી વધુ મોત થયા.
જોકે આ દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં યુવાઓની સંખ્યા ઓછી નથી, પરંતુ સૌથૂ વધારે પ્રભાવિત ટોપ-૩ દેશોમાં તે સામેલ છે. ભારતમાં એવરેજ ઉંમર ૨૫ વર્ષ છે અને શહેરોમાં ભીડ પણ પાકિસ્તાન જેવી છે. એક્સપર્ટ્સે ટેસ્ટિંગ અને ટ્રેસિંગને પાકિસ્તાનમાં કોરોના પર કાબૂ મેળવવાનું મોટું કારણ બતાવી રહ્યા છે. સરકારે કહ્યું કે, તેમને કડક ર્નિણયોના કારણે વાયરસ પર કન્ટ્રોલ મેળવી શકાયો છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનનો પોઝિટિવ ટેસ્ટ રેટ ૨.૦૯ ટકા હતો. જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની (૫ ટકા)ની મર્યાદાની અંદર છે.
તેનાથી નીચે રેટ હોવા પર તે દેશમાં કોરોના કન્ટ્રોલમાં આવી ગયો હોવાનું માની લેવાય છે. જોકે એક્સપર્ટ્સનું કહેવું છે કે લિમિટેડ ટેસ્ટિંગથી ઈન્ફેક્શનના સાચા મામલાની સંખ્યા વધારે હોઈ શકે છે. ટેસ્ટિંગના આંકડા જોઈએ તો ભારત સાથે પાકિસ્તાનનો કોઈ મુકાબલો નથી. ઉપરના ગ્રાફને જોઈએ તો ભારત એક દિવસમાં ૧૦ લાખ ટેસ્ટનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે પાકિસ્તાનમાં જૂનથી રોજ એવરેજ ૨૦ હજાર ટેસ્ટ જ થઈ રહ્યા છે. SSS