Western Times News

Gujarati News

પાકિસ્તાને પંજાબનું ગંદુ પાણી રોકતા ૨૦ કિમી ક્ષેત્રમાં દુષિત જળ જમા

ચંડીગઢ: વર્ષોથી પાકિસ્તાનના માર્ગે જઇ રહેલ પંજાબના ગંદા પાણીને પડોલી દેશે રોકી દીધુ છે. પાકિસ્તાન તરફથી સીમાવર્તી ક્ષેત્રમાં એક મોટો ડેમ બનાવવામાં આવ્યા છે તેનાથી રાજયના પાંચ જીલ્લાના નાળા દ્વારા જનાર પાણી રોકાઇ ગયું છે અને તેનાથી સીમાવર્તી ૨૦ કિમી ક્ષેત્રફળમાં ઝડપથી ગંદુ પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે.આ દુષિત પાણીથી પંજાબના અનેક ગામોની ખેતીવાડી અને પીવાના પાણીનો સંકટ ઉભુ થયું છે પર્યાવરણવિદ્‌ સંત બલવીર સિંહ સીચેવાલે તેના પર ચિંતા વ્યકત કરી અને સરકારને રિપોર્ટ મોકલવાની વાત કહી છે.

વર્ષોથી પંજાબના પાંચ જીલ્લા મલોટ,ફિરોજપુર મોગા ફરીદકોટ અને મુક્તસરનું ગંદુ પાણી ૨૨ નાળામાં એકત્ર થઇ પાકિસ્તાનના વિસ્તાર સતલુજ દરિયામાં જઇને ભળી જતું હતું હવે પાકિસ્તાને એક મોટો ડેમ બનાવ્યો છે તેને કારણે આ દુષિત પાણી સતલુજ સુધી પહોંચી રહ્યું નથી પરિણામે સીમા પર લગભગ ૨૦ કિમી ક્ષેત્રફળમાં આ દુષિત પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે તેનાથી હવે રાજયના જમશેર મુહાર કાબુલ શાહ સુરેજવાલા આવા નુર મોહમ્મદ ગુહરામી મુબાકા સહિત ૧૫થી વધુ ગામોની હજારો હેકટર ખેતી પ્રભાવિત થવા લાગી છે ગ્રામીણ આ સમસ્યાને લઇ ખુબ પરેશાન છે.

દુષિત પાણી અને ગંદકીના કારણે હવે ૨૦ કિમીથી વધુ વિસ્તારમાં પીવાનું પાણી પણ દુષિત થઇ ગયું છે પ્રયોગશાળાઓમાં તપાસમાં પુષ્ટી થઇ ચુકી છે કે અહીંનું ભૂમિગત જળ હવે પીવા યોગ્ય રહ્યું નથી જાે તાકિદે આ સમસ્યાને સ્થાયી રીતે ઉકેલવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.

પંજાબ પ્રદુષણ નિયત્રણ બોર્ડના સભ્ય સંત બલવીર સિંહ સીચેવાલે કહ્યું કે આ ખુબ ગંભીર સમસ્યા છે અનેક વર્ષોથી આ વિસ્તારની આ સમસ્યા બનેલ છે અમે પ્રભાવિત ક્ષેત્રનો તાજેતરમાં જ પ્રવાસ કર્યો છે તેને લઇ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સરકારને તેના સ્થાયી સમાધાન માટે મોડલનું સુચન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દુષિત જળને નાળામાં નાખવાની જગ્યાએ જીલ્લાની બહાર સીટીપી લગાવી સંશોધિત કરવામાં આવે આ પાણી સિંચાઇની સમસ્યાની સાથે ખાતરનું પણ કામ કરશે તેનાથી ગ્રામીણોને આર્થિક લાભ પણ થશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.