પાકિસ્તાને ભારતની માંગ સ્વિકારી, કુલભુષણ જાધવને મળશે કાઉન્સેલર એક્સેસ
નવી દિલ્હી, પાકિસ્તાને કુલભુષણ જાધવ માટે ભારતના બીજા કાઉન્સેલર એક્સેસની માંગને સ્વિકારી લીધી છે. પાકિસ્તાનની જેલમાં બંધ જાધવ મુદ્દે ભારતે પાકિસ્તાનને કોઈ પણ રોકટોક વિના કાઉન્સેલર એક્સેસની માંગ કરી હતી. હવે પાકિસ્તા સ્થિત ભારતીય એમ્બેસીના બે અધિકારીઓ જાધવ પાસે પહોંચવાની મંજુરી હશે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં રિવ્યૂ પીટિશન દાખલ કરતા ભારતે પાકિસ્તાને આ માંગ કરી હતી. જો કે પાકિસ્તાને જાધવે એકલાં મળવાની માંગ ફગાવી દીધી છે પરંતુ 2 ઓફિસરોને જાધવ સુધી પહોંચવાની મંજુરી આપી દીધી છે.
સાંજે 4.30 કલાકે કાઉન્સેલર એક્સેસનો સમય આપવામાં આવ્યો. જાધવ જે જગ્યાએ કેદ છે તેને સબ જેલ જાહેર કરી દીધી છે. હવે 60 દિવસોની અંદર જાધવ તરફથી રિવ્યૂ પિટીશન દાખલ કરી શકાશે. સ્થાનિક નિયમો અનુસાર 60 દિવસોની અંદર રિવ્યૂ દાખલ કરવાની મંજુરી છે. પાકિસ્તાન વિદેશ ઓફિસના પ્રવક્તા આઈશા ફારુકીએ કહ્યું કે, જાધવને કાઉન્સેલર એક્સેસ મામલે પાકિસ્તાન મીડિયાને જાણકારી આપશે. અમને આશા છે કે, જાધવ મામલે ભારત પાકિસ્તાનનો સહયોગ કરશે.
ભારતીય હાઇકમિશનના અધિકારીઓ પાકિસ્તાન વિદેશ કાર્યાલયમાં દક્ષિણ એશિયાના મહાનિર્દેશક સાથે કુલભુષણ માટે બીજા કાઉન્સેલર એક્સેસની મંજુરી આપવાના સંબંધમાં મુલાકાત કરી. જો કે ભારતે ઘણી માંગોને પાકિસ્તાન તરફથી માનવામાં આવી નહી, જેમાં જાધવ સાથે એકલામાં મુલાકાત પણ સામેલ હતી.