Western Times News

Gujarati News

પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ ખોલી

  • બાલાકોટ એર સ્ટાઈક બાદ એર સ્પેસ બંધ કરી દીધી હતી : હવેથી ભારતીય વિમાનો પાકિસ્તાન ઉપરથી ઉડી શકશે

 

નવી દિલ્હી : આંતકવાદી ઘટનાઓ બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં એર સ્ટાઈક કર્યા બાદ બંને દેશો વચ્ચે ભારે તંગદિલી જાવા મળતી હતી પાકિસ્તાને ભારત માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી જેના પગલે ભારતીય એરલાઈન્સોને વ્યાપક નુકશાન થઈ રહયું હતું આ દરમિયાનમાં ગઈકાલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને સત્તાવાર રીતે ભારત માટે એરસ્પેસ ખોલી નાંખવાની જાહેરાત કરતા જ હવેથી ભારતીય વિમાનો પાકિસ્તાન પરથી ઉડી શકશે. પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠનો દ્વારા ભારતમાં વ્યાપક પ્રમાણમાં હુમલા કરવામાં આવતા હતા

જેની સામે ભારતીય લશ્કરના જવાનોએ ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યું છે તેમ છતાં પાકિસ્તાનના આંતકવાદીઓએ સીઆરપીએફની ટુકડી પર કરેલા હુમલા બાદ ભારતીય લશ્કરની ત્રણેય પાંખો એલર્ટ થઈ ગઈ હતી અને બાલાકોટમાં એરસ્ટાઈક કરી હતી જેમાં ૩૦૦થી વધુ આંતકીઓનો ખાત્મો બોલાવી દીધો હતો આ ઘટના બાદ પાકિસ્તાને કેટલાક નિર્ણયો લીધા હતા જેની સામે ભારતે પણ ઔદ્યોગિક ક્ષેત્રે પાકિસ્તાન સાથે લગભગ સંબંધો પૂર્ણ કરી દીધા હતા જેના પરિણામે પાકિસ્તાનમાં મોંઘવારી વધી ગઈ છે નાગરિકોની કફોડી હાલત જાતા જ હવે પાકિસ્તાન કુણુ પડી રહયું છે અગાઉ પાકિસ્તાને ભારત માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી.

એરસ્ટાઈક બાદ એરસ્પેસ બંધ કરી દેવાતા ભારતીય વિમાનો અન્ય હવાઈ માર્ગે ઉડતા હતા જાકે ભારતે આ માટે કોઈ જ પ્રતિક્રિયા આપી ન હતી ભારત ભાવિ પગલાં ભરે તે પહેલાં જ પાકિસ્તાન હવે કુણુ પડી ગયું છે. ગઈકાલે મોડી સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને અભિનંદનને છોડવાના નિર્ણય બાદ બીજા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો.

ઈમરાન ખાને ગઈકાલે ભારતના વિમાનો માટે બંધ કરવામાં આવેલી એરસ્પેસ આજ સવારથી જ ખોલી નાંખવા માટેની જાહેરાત કરતા હવેથી ભારતીય વિમાનો પાકિસ્તાન ઉપરથી ઉડી શકશે અને તેમના ઈંધણમાં પણ બચત થશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના આ નિર્ણયને ભારતે આવકાર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.