પાકિસ્તાને યુએઈના નામે ઘૂસાડ્યા ૧૬૦૦ ટન ખજૂર
જામનગર, પાકિસ્તાનની ચાંપતી નજર ગુજરાતના દરિયાઈ માર્ગે છે. પાકિસ્તાન ગુજરાતના દરિયાઈ માર્ગે અનેક વસ્તુઓની હેરાફેરી કરતુ નથી.
ડ્રગ્સ બાદ પાકિસ્તાને ગુજરાત દરિયાઈ માર્ગે ખજૂર ઘૂસાડવાનો પ્રયાસ કર્યો છે. જામનગર કસ્ટમ દ્વારા પીપાવાવ પોર્ટ પરથી ખજૂરના ૮૦ જેટલા પાકિસ્તાની કન્ટેનર ડિટેઇન કરાયા છે.
આશરે ૧૦૦ કરોડની ડ્યુટી ચોરી ઝડપાઈ છે. ૧૬૦૦ ટન ખજૂર ડિટેઇન કરવામાં આવી છે. પીપાવાવ પોર્ટ ખાતે ૫૦૦ કન્ટેનર અને ક્લિયરન્સ આપ્યા બાદ કસ્ટમને શંકા ગઈ હતી.
જામનગર પ્રિવેન્ટીવ કસ્ટમ કમિશનર ડો.રામનિવાસ દ્વારા પોર્ટ પર ડ્યુટી ચોરી કે ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઝડપવા માટે આકરી સૂચના આપી હતી. જામનગર કસ્ટમ હેડકવાર્ટરના સુપ્રિન્ટેન્ડેટે એ.કે.સિંઘે જણાવ્યું કે, ભારતમાં ખજૂરના વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફન્ડિંગ પણ કરતા હોવાની આશંકા છે.SSS